17 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

વસ્ત્રાલના ઓશિઆ મોલમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચવા બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

  • અમદાવાદ શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ વસ્તુઓનો રાફડો ફાટ્યો
  • બ્રાન્ડેડ સામાનની માંગ વધતા રોકડી કરવા વેપારીઓએ અપનાવી નવી તરકીબ
  • વસ્ત્રાલના ઓશિઆ મોલમાં કોસ્મેટિકની ડુપ્લિકેટ પ્રોડક્ટના વેચાણની ઘટના આવી સામે
  • ડુપ્લિકેટ પ્રોડક્ટ વેચવા બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
  • મોલમાં હાર્પિકની ડુપ્લીકેટ બોટલ મળી આવતા પોલીસે હાથ ધરી તપાસ

શહેરમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમરાઇવાડી તેમજ વસ્ત્રાલમાં આવેલ ઓશિઆ મોલમાં મલ્ટીનેશનલ કંપનીની ડુપ્લિકેટ પ્રોડક્ટ મળી આવી છે. બ્રાન્ડેડ ચીજવસ્તુની માંગ વધતા રોકડી કરવા માટે હવે વેપારીઓ બાદ મોલમાં પણ નકલી સામાન વેચીને મોટો નફો રળવાના ચસ્કે ચડ્યા છે. બ્રાન્ડેડ કંપનનીના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ મળી આવતા અનેક સાવલો ઉભા થયા છે. ત્યારે આ મામલે રામોલ પોલીસે વસ્ત્રાલની ઓશિઆ મોલમાંથી બાથરૂમ કમ ટોયલેટ ક્લીનર હાર્પિકની ડુપ્લિકેટ બોટલો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે મોંઘવારીની સાથે સાથે ચાર રસ્તા પાસે આવેલ ઓસીઆ મોલમાં ઉપરોક્ત ડુપ્લીકેટ હાર્પિકની બોટલનો જથ્થો મળી આવ્યો છે. પ્રોડક્ટમાં છાપેલી બેંચ કોડીંગ પેર્ટન કંપનીથી અલગ હોવાનું જાણ થતાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સૌથી પહેલા અમરાઈવાડી-ખોખરા વિસ્તારમાં આવેલ ઓસીઆ મોલમાં હાર્પિકની ડુપ્લીકેટ બોટલ હોવાનું સામે આવ્યું હતું. જો કે નકલી બોટલોનો જથ્થો કબ્જે થાય તે પહેલા તમામ પ્રોડક્ટો વેચાઇ ગઇ હતી. બાદમાં વસ્ત્રાલના ઓસીઆ મોલમાંથી હાર્પિકની બોટલો મળી આવી હતી .

આ દરમિયાન નેત્રીકા કંસલ્ટીંગ અને ઇન્વેસ્ટીગેશન પ્રા.લી કંપનીમાં સીનીયર અધિકારી તરીકે ફરજ બજાવતા ચીરાગભાઇ પંચાલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે અમારા અંડરમાં રેકીટ બેંક કીશર, હીન્દુસ્તાન યુનિલિવર,જોનસન ઇન જોન્સન તેમજ ડાબર જેવી વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટનું થતું ડુપ્લીકેટ અટકાવવા કામ કરૂ છું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવાળી તહેવારમાં નકલી પ્રોડક્ટોને લઇ તપાસ કરતા અમરાઇવાડી-ખોખરા વિસ્તારમાં આવેલ ઓસીઆ મોલમાં રેકીટ બેંક કીસર કંપનીની પ્રોડક્ટ હાર્પિકની બોટલો જોતા જે ડુપ્લીકેટ હોવાનું જણાવતા એક બોટલ ખરીદી કરી હતી. અને પરીક્ષણ માટે કંપનીમાં મોકલી આપી હતી. જેમાં કંપની દ્વારા પરિક્ષણ દરમિયાન પ્રોડક્ટ ડુપ્લીકેટ હોવાનું પુરવાર થયું હતું.

તપાસ દરમિયાન બોટલમાં અંગ્રેજીમાં દર્શાવેલ બેચ નં.એચએલએચ 587 કંપનીના કહેવા મુજબ મે-2021માં બનાવવામાં આવેલ, નહીં કે ઓગસ્ટ-2021માં તેમજ બેચ કોડીંગ પેર્ટન કંપનીના બેચ કોડીંગ સાથે નહીં મળી આવતા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યાર બાદ અમરાઇવાડી-ખોખરાના ઓસીઆ મોલમાં જઇને તપાસ કરતા તમામ સ્ટોક વેચાઇ ગયો હોવાનું જણાવાયું હતું. આ અંગે અલગ અલગ બ્રાંચમાં તપાસ કરતા વસ્ત્રાલ ખાતે આવેલ ઓસીઆ મોલમાં ડુપ્લીકેટ હાર્પિકની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ બોક્ષ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોલના સત્તાધીશોને ડુપ્લીકેટ બોટલો જમા રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

હાલમાં આ મામલે રામોલ પોલીસે હાર્પિકની ડુપ્લિકેટ બોટલો અંગે વધુ તપાસ હાથ ધરી છે અને જ્યાં સુધી તાપસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોલના સત્તાધીશોને ડુપ્લીકેટ બોટલો જમા રાખવા જણાવેલ છે. કંપનીના નામે ડુપ્લીકેટ માલ ક્યાંથી આવ્યો તે દિશામાં રામોલ પોલીસે તજવીજ હાથ ધરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: