14 C
Ahmedabad
Friday, January 14, 2022
spot_imgspot_img

Latest Posts

આજથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો

  • ૧ ડિસેમ્બર ઘણી સર્વિસીઝ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા
  • ૧  ડિસેમ્બર કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો થયો વધારો
  • ૧ ડિસેમ્બર જિયોના રિચાર્જ પ્લાન ૨૧% સુધી મોંઘા થયા  
  • ડી.ટી.એચ રિચાર્જ માટે વધારે પૈસા ચૂકવવા પડશે તેમજ રિચાર્જ કરવાનું પણ મોંઘું થયું

1 ડિસેમ્બરથી  ઘણી સર્વિસીઝ માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. તેમજ જિયોના રિચાર્જ પ્લાન 21% સુધી મોંઘા થઈ ગયા છે. એ ઉપરાંત હવે SBIના ક્રેડિટકાર્ડની ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે.આ સાથે જ ગ્રાહકોએ ઘણી સર્વિસીસ ના વધારે રૂપિયા ચુકવવા પડશે.  

ડિસેમ્બરના પહેલા જ દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓના આ નિર્ણય બાદ દિલ્હીમાં 19 KGનો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2101 રૂપિયા થઈ ગયો છે. ગયા મહિને આ કિંમત 2000.50 રૂપિયા હતી. જોકે ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના ગેસ-સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ-સિલિન્ડર મોંઘું થવાથી રેસ્ટોરાં અને બહારનું ખાવાનું મોંઘું થઈ શકે . જિયોએ આજથી તેના ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. હવે જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 1 ડિસેમ્બરથી 91 રૂપિયા ચૂકવવા પડશે. જિયોના રિચાર્જ પ્લાન લગભગ 21% સુધી મોંઘા થઈ ગયા છે. હવે 129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399 રૂપિયાનો પ્લાન 479 રૂપિયા, 1,299વાળો પ્લાન 1,559 રૂપિયા અને 2,399વાળો પ્લાન હવે 2,879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધારી દેવામાં આવી છે. હવે 6 GB ડેટા માટે 51ની જગ્યાએ 61 અને 12 GB માટે 101ની જગ્યાએ 121 રૂપિયા અને 50 GB માટે 251 રૂપિયાની જગ્યાએ 301 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી પાસે SBIનું ક્રેડિટકાર્ડ છે તો એના દ્વારા ખરીદી કરવાનું થોડું મોંઘું થઈ ગયું છે. દરેક ખરીદી પર 99 રૂપિયા અને અલગથી ટેક્સ આપવો પડશે. આ પ્રોસેસિંગ ચાર્જ હશે. SBIના અનુસાર, 1 ડિસેમ્બર 2021થી તમામ મર્ચન્ટ EMIની લેવડદેવડ પર પ્રોસેસિંગ ચાર્જ 99 રૂપિયા અને ટેક્સ આપવો પડશે. સૌથી પહેલા SBI ક્રેડિટકાર્ડે તેની શરૂઆત કરી છે. આજથી સ્ટાર પ્લસ, કલર્સ, સોની અને ઝી જેવી ચેનલ માટે 35થી 50% સુધી વધારે કિંમત ચૂકવવી પડશે. સોની ચેનલ જોવા માટે 39 રૂપિયાની જગ્યાએ 71 રૂપિયા દર મહિને આપવા પડશે. એવી જ રીતે ZEE ચેનલ માટે 39 રૂપિયાની જગ્યાએ 49 રૂપિયા મહિને આપવા પડશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: