- કોરોના કાળમાં ડોકટરો દર્દીઓની કરે છે રાત દિવસ સેવા
- કોરોના કાળમાં ડો.અનીલ ડાભીની સરાહનીય કામગીરી
- છેલ્લા 7 વર્ષથી ડો.અનિલ વડગામ સીવીલ હોસ્પિટલમાં આપી રહ્યા છે સેવા
- વડગામ દર્દીઓએ કરી ડોક્ટરોની પ્રસંશા
વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ડોકટરો આવા કપરા સમયમાં પણ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાનો પરિવાર સમજી રાત દિવસ લોકોની સેવા કરી રહ્યા છે. ડોક્ટર અનીલ ડાભી સર્વોપરી માની ને સતત માનવ સેવા કરી રહ્યા છે કોરોના વાયરસ ની મહામારીમાં પણ કોઈપણ નાતજાતના કે ધર્મ નો ભેદભાવ રાખ્યા વગર ઉત્કૃષ્ટ માનવ સેવા બજાવી રહ્યા છે. છેલ્લા 7 વર્ષ થી સીવીલ હોસ્પિટલ વડગામ માં તેઓ પોતાની સેવા આપી રહ્યા છે આખી હોસ્પિટલ ની જવાબદારી પણ તેમના શીરે છે ત્યારે આજે લોકોના મુખે થી જાણવા મળ્યા અનુસાર તથા અમારા પ્રતિનિધિ દ્વારા હોસ્પિટલ ની મુલાકાત લેતા પણ એવું જાણવા મળ્યું હતું કે ડોક્ટર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવે છે અને વડગામ હોસ્પિટલમાં વડગામ તાલુકાના લોકો ડોક્ટર ની કામગીરી સારી જાણીને વડગામ સુધી આવે છે.ત્યારે હાલમાં કોરોના ની મહામારી માં ખરા અર્થમાં તો આવા સેવાભાવી ડોક્ટર ધન્યવાદ ને પાત્ર છે
- દિપક પુરબિયા સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ વડગામ