- શિનોર તાલુકાના સિમળી ગામે સુજલામ સુફલામ યોજનાના ચોથા તબક્કાનો પ્રારંભ કરાયો
- પહેલી એપ્રિલથી તારીખ ૩૧ મે ૨૦૨૧ સુધી રાજ્યમાં જળ અભિયાનની શરૂઆત
- શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ વધેરી કામનો પ્રારંભ કરાયો
પહેલી એપ્રિલથી તારીખ ૩૧ મે ૨૦૨૧ સુધી સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે આજ રીતે આ અભિયાન અતર્ગત તળાવો ઊંડા કરવા માટે અને જળ સંગ્રહ કરવા શરૂ કરવામાં આવેલ યોજનાના ભાગરૂપે શિનોર તાલુકાના સિમળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોથા તબક્કાના કામનો કોવિડ ૧૯ની ગાઈડલાઈન સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ વધેરી કામનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર રાજ્યમાં તારીખ પહેલી એપ્રિલથી તારીખ ૩૧ મે ૨૦૨૧ સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા ઉપરાંત જળ સંગ્રહ માટેના અન્ય વિવિધ કામો માટે ગુજરાત સરકારે રાજ્યના જળ સંપત્તિ વિભાગને રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવા માટે મંજૂરી આપી છે.ત્યારે આ યોજના અંતર્ગત આજરોજ શિનોર તાલુકાના સિમળી ગામે જળ અભિયાન અંતર્ગતના ચોથા તબક્કાના કામનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે તાલુકા મામલતદાર V.V.વાળા ,ઇન્ચાર્જ ટી.ડી.ઓ N.V.પટેલ ,સિમળી ગ્રામ પંચાયત સરપંચ ,ડેપ્યુટી સરપંચ તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે કોવિડ ૧૯ની ગાઈડલાઈન સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ વધેરી કામનો પ્રારંભ કરાયો હતો.
રાજેશ વસાવા લાઈવ ગુજરાત ન્યુઝ શિનોર….