24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રી રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત

  • કોરોના સંક્રમિત સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રીએ કરીજાહેરાત
  • કોરોનાથી સંક્રમિત સરકારી કર્મચારીને મળશે 10 દિવસની રજા
  • ચાલુ પગારે મળશે કોરોનાથી સંક્રમિત સરકારી કર્મચારીને રજા
  • રજા જમા ના હોય તે સરકારી કર્મચારીને પણ મળશે લાભ

રાજયમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ કુદકેને ભૂસકે વધતાં જાય છે. ત્યારે વધતાં  જતાં કેસોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા હવે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને અનુસંધાને જો કોઇ સરકારી કર્મચારી કોરોનાથી સંક્રમિત થશે તો તેમને 10 દિવસની રજા આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય કરાયો છે કે જેમાં જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ માટે ખાસ રજાઓ પણ આપવામાં આવશે. આ 10 દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: