19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

અમેરિકામાં ક્લાઉડેટ સમુદ્રી તોફાનએ સર્જી તારાજી

  • અમેરિકામાં ક્લાઉડેટ સમુદ્રી તોફાનએ સર્જી તારાજી
  • 10 બાળકો સહીત કુલ 12 લોકોના થયા મોત
  • સમુદ્રની લહેર તેમજ ભારે વરસાદને કારણે મકાનો થયા ધરાશાયી

અમેરિકામાં ક્લાઉડેટ સમુદ્રી તોફાનએ ભારે તારાજી સર્જી છે. તેમજ તોફાનને કારણે 10 બાળકો સહિત 12 લોકોનાં કરૂણ અવસાન થયા હતા. સમુદ્રીમાં ઘણી ઉંચી લહેરો અને અતિ ભારે વરસાદને કારણે કિનારાના વિસ્તારોમાં પૂર આવવાને કારણે ઘણા મકાનો ધરાશાયી પણ થયા હતા. સાથે જ અહીં મોટાપાયે વાહનોને પણ ઘણું નુકસાન પહોચ્યું હતું .

વિશ્વભરમાં કુદરત કોપાયમાન થયું હોય તેવું જણાઈ રહયું છે. ત્યારેજ તાઉતે અને યાસ પછી ત્રીજા વાવાઝોડાએ દસ્તક દીધી છે. એમાંય કોરોનાનો કહેર પણ હજુ યથાવત જ છે. ત્યારે હવે અમેરિકામાં કલાઉડેટ નામનું તોફાન આવ્યું હતું. જેમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં સામેલ 8 બાળકો એક જ વેનમાં મુસાફરી કરી રહ્યાં હતા, આ સમયે જ વેન ખાડામાં ખાબકી પડી હતી, જેને કારણે 4 થી 17 ઉંમરના બાળકોનું મોત થયું હતું. 2 લોકોના એક બીજી દુર્ઘટનામાં મોત થયા હતા. અતિ ભારે પવન અને વરસાદ વચ્ચે થયેલી દુર્ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઉત્તરી જ્યોર્જિયા, કેરોલિના, નોર્થ કેરોલિના, અલબામા અને ફ્લોરિડાના ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી. કોરોના નિયમોમાં છૂટ મળતા ઘણા લોકો સમુદ્રી કિનારા પર રજા માણવા પહોંચ્યા હતા, જોકે એલર્ટ બાદ પાછા ફરતા સમયે ઘણા લોકો આ વાવાઝોડાને કારણે ત્યાં જ ફસાયા હતા અને દુર્ઘટનાઓનો ભોગ બન્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: