23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

રાજયના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ હવે બદલાશે તે નક્કી

  • અનિલ મુકીમને હવે નહી મળે વધુ એક્સટેન્શન
  • કેબિનેટની બેઠકમા તેમના કાર્યકાળની છેલ્લી કેબિનેટ હોવાનું જણાવ્યું
  • કાર્યકાળની છેલ્લી કેબિનેટ હોવાનું જણાવીને માન્યો સૌનો આભાર
  • વિધીવત રીતે પોતાનુ આ છેલ્લું વીક રાજ્ય સરકાર સાથે હોવાનું જણાવ્યું
  • વય નિવૃત્તિ બાદ સીએસ તરીકે સૌથી લાંબું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ
  • ૬-૬ મહિનાનું એક્સટેન્શન મેળવવાનો રેકોર્ડ અનિલ મુકીમના નામે નોંધાયો
  • નવા ચીફ સેક્રેટરી તરીકે એસીએસ હોમ પંકજ કુમારના નામની ચર્ચા
  • એસીએસ ઇન્ડસ્ટ્રી રાજીવ ગુપ્તાનું નામ પણ રેસમાં

ગુજરાતને અગામી મહીને નવા ચીફ સેક્રેટરી મળશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે.આગામી ૩૧ ઓગસ્ટે મુખ્ય સચિવ પદેથી અનીલ મુકીમનું એક્સ્ટેન્શન પૂરું થઇ રહ્યુ છે અને તેમને અગાઉ બે વખત એક્સ્ટેન્શન આપેલું હોવાથી તેઓ વહીવટી તંત્રથી નિવૃત થશે.

બુધવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કેબીનેટ બેઠક દરમિયાન મુખ્ય સચિવ અનીલ મુકીમે કાર્યકાળની અંતિમ કેબીનેટ બેઠક હોવાનું જણાવીને ઉપસ્થિત તમામ લોકોનો આભાર માન્યો હતો તેમજ વિધિવત રીતે વહીવટી તંત્રમાં આ અંતિમ સપ્તાહ હોવાનું પણ જણાવ્યું હતું.અનીલ મુકીમના નિવેદન બાદ હવે ગુજરાતને આગામી મહીને નવા મુખ્ય સચિવ મળશે તે પણ લગભગ નિશ્ચિત મનાય છે.જેમાં ગૃહ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારનું નામ લગભગ ફાઈનલ મનાય રહ્યું છે.જો કે રેસમાં ઉધોગ વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાનું નામ સામેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અનીલ મુકીમ ગત વર્ષની ૩૧ ઓગસ્ટે વય મર્યાદા હેઠળ સેવા નિવૃત થવાના હતા.પરંતુ કોરોના કાળમાં કરેલ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું.જેની મુદત ફેબ્રુઆરી ૨૦૨૧માં થવાની હતી .ત્યારે પણ મુદત પૂર્ણ થાય તે પહેલા બીજી વખત તેમને એક્સ્ટેન્શન છ મહિનાનું આપવામાં આવ્યું હતું.જેની મુદત આગામી ૩૧ ઓગસ્ટે પૂર્ણ થશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: