12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કોરોના કેસ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આંકલન

  • એક સપ્તાહ બાદ કોરોનાના કેસોમાં થશે ઘટાડો : રુપાણી
  • દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે પણ ગભરાવવાની જરૂર નથી
  • રાજ્યમાં 70% બેડ ખાલી : બધા માસ્ક પહેરી રાખે, વેક્સિન ખાસ લે:રૂપાણી
  • અઠવાડિયામાં કેસ ઘટશે અને ડાઉન ટ્રેન્ડ આવશે

સમગ્ર રાજ્ય સહિત દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોના મામલે આંકલન કરતા કહ્યું છે કે એક સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાનું શરુ થઇ જશે. રાજ્યમાં સંક્રમણ વધારે છે પણ મૃત્યુ આંક ઓછો છે.

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ રોકેટ ગતિથી વધતા જઈ રહ્યા છે અને રોજ કેસના નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે ત્યારે  કોરોના અંગે આંકલન  કરતા મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ કહ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. જો કે ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. સમગ્ર રાજ્યમાં હાલ 70 ટકા બેડ ખાલી છે. આગામી એક સપ્તાહ કેસ વધશે અને ત્યાર બાદ ઘટાડો થવાનું શરુ થશે. ધારાસભ્યો પણ કોરોના ગ્રસ્ત થયા હોવાથી વિધાનસભાનું બજેટ સત્ર ટૂંકાવવાના પ્રશ્નનો ઉત્તર આપતાં  રુપાણીએ કહ્યું હતું કે સત્ર ટૂંકાવવાની હાલ કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. મખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઉનબ્રેક આવશે. જો કે પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. હાલ ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ. રોજના ત્રણ લાખ વેક્સીનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ 4 મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈપણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: