21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

તાઉતે વાવાઝોડાની અસરને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના તાલુકાની મુલાકાતે

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના તાલુકાની મુલાકાતે   
  • ગરાળ ગામના લોકોએ મુખ્યમંત્રી સમક્ષ ઠાલવી પોતાની વેદના
  • તાઉતે વાવાઝોડાએ ઉના તાલુકાને આશરે 10 વર્ષ પાછળ ધકેલ્યું
  • કચ્છની જેમ ઉનાને પણ પહેલા જેવું બનાવાશે : વિજય રૂપાણી

તાઉતે વાવાઝોડાની અસરને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉના તાલુકાની મુલાકાતે   પહોચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન હાથ  ધર્યો હતો .  આ વિકટ પરિસ્થિતિ મધ્યે ઉનાના ગરાળ ગામના લોકોએ પોતાની વેદના રજુ કરતા કહ્યું હતુ કે  અમારું સર્વસ્વ તબાહ થઈ ગયું.  છે ત્યારે  સીએમ દ્વારા સાત્વના આપતા  કહ્યું હતુ કે  કચ્છની જેમ ઉનાને પણ પહેલા જેવું બનાવાશે.

આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના, જ્યાં તૌકતો નામના વાવાઝોડાં એ મધરાત્રે આવી તબાહી મચાવી દીધી. ઉના શહેર અને ગ્રામ્ય પંથક ની વાવાઝોડાં એ એવી તો હાલત કરી કે ઉના તાલુકાને આશરે 10 વર્ષ પાછળ ધકેલી દીધું. આમ પણ ઉના તાલુકામાં આજીવિકા માટે એક પણ ઉદ્યોગ નથી ને માત્ર ખેતી અને માછીમારી પર નિર્ભર ઉના તાલુકાની તાઉતે વાવાઝોડાંએ કમર તોડીને 10 વર્ષ પાછળ ધકેલી દીધું છે. જે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. જોકે વાવાઝોડાં બાદ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ માર્ગે અસરગ્રસ્ત વિસ્તારનો નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉના તાલુકાના અસરગ્રસ્ત ગામો પૈકીના ગરાળ ગામની મુલાકાત લીધી હતી. જોકે સીએમ મુલાકાત લેતા જ ગામના વડીલોની મુલાકાત સમયે મુખ્યમંત્રીને વડીલોએ જણાવ્યું..’75 વર્ષમાં ઉનાની આવી ગંભીર પરિસ્થિતિ ક્યારેય જોઈ નથી. તૌકતો વાવાઝોડાએ ઉનાને તહસ નહસ કરી નાખ્યું છે. તૌકતો વાવાઝોડાએ ગામમાં કરેલી તારાજી કહેતા સમયે સરપંચના પ્રતિનિધિની આંખોમાં આસું આવી ગયા હતા. અને સરપંચના પ્રતિનિધિ એ જણાવ્યું કે “વાવાઝોડાં એ વિનાશ સર્જ્યો છે. અમારા કેસર કેરીના તમામ બગીચાઓ નષ્ટ કરી નાખ્યા છે.

જોકે સીએમ રૂપાણી એ પણ ગામના તમામ લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે ઉનાને કચ્છ ની જેમ પહેલા જેમ બેઠું કરીશું. ત્યારબાદ સીએમ રૂપાણી એ કહ્યું કે મોટું નુકસાન થયું છે ઝાડ અને વીજ પોલ ઉખડી ચુક્યા છે. આશરે 9 હજાર ગામોમાં વીજળી ગુલ થઈ હતી. જેમના મોટા ભાગના ગામો માં વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે. 1500 જેટલા ગામો બાકી છે જે આગામી શનિવાર સુધીમાં  જશે. જોકે વાવાઝોડાંને કારણે 220 કે.વી એક અને અનેક 66 કેવી પ્રભાવિત થયા છે જે તમામ કામગીરી માટે 15 હજાર જેટલા કર્મચારીઓ યુદ્ધ ના ધોરણે કામે લાગી ગયા છે. તેમજ ઉનામાં કાચા મકાનો પણ ધરાશાઈ થયા છે. સીએમએ નિવેદન આપતા કહ્યું કે આજથી સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સી.એમ રૂપાણીએ સાથે  સાથે એ પણ કહ્યું હતુકે અન્ય બાગાયતી પાકો અને તમામ નુક્શાનીની સર્વેની કામગીરી આજથી જ શરૂ કરાઇ છે. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  જાહેરાત કરી હતીકે ઉના શહેર અને આસપાસના વિસ્તારમાં ઝડપી સફાઈ કામગીરી સંદર્ભે રાજકોટ,જૂનાગઢ કોર્પોરેશન માંથી સફાઈ કર્મચારીઓની ટુકડી ઉના આવવા રવાના થઈ છે સાથે વેરાવળ પાલિકાના કર્મચારીઓને પણ બોલાવવામાં આવશે અને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે .

ભરતસિંહ જાદવ  લાઈવ ગુજરાત ન્યુઝ ગિર સોમનાથ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: