15 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કેબીનેટના શપથ ગ્રહણ સમારોહને લાગ્યું “ગ્રહણ“

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કેબીનેટના શપથ સમારોહને લાગ્યું “ગ્રહણ“
  • હવે ગુરુવારે ૧: ૩૦ કલાકે યોજાશે શપથવિધિ
  • સિનીયરોને પડતા મુકવાના અહેવાલ બાદ ભાજપમાં ભડકો
  • વડાપ્રધાન મોદી આવતીકાલે શપથવિધિમાં હાજર રહે તેવી અટકળો
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બદલવા માંગે છે સમગ્ર મંત્રીમંડળ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કેબીનેટના શપથગ્રહણને ગ્રહણ લાગ્યું છે અને તે  આવતીકાલ એટલે કે ગુરુવાર પર ટાળવામાં આવતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક વિતર્ક શરુ થઇ ગયા છે. ભુપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળ બદલવા માંગતા હોવાથી સીનીયર મંત્રીઓ નારાજ થયા હોવાના અહેવાલ વચ્ચે શપથવિધિ આવતીકાલ પર ટાળવામાં આવી છે તો બીજીબાજુ વડાપ્રધાન મોદી શપથવિધિમાં હાજર રહેવાના હોવાથી ટાળવામાં આવી હોવાની પણ અટકળો તેજ બની છે.

ગુજરાતમાં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા બાદ ભાજપમાં ભડકો થઇ ગયો છે.બુધવારે નવા મુખ્યમંત્રીના કેબીનેટની શપથવિધિ યોજાવાની હતી પણ તેને પણ આવતીકાલ ગુરુવાર પર ટાળવામાં આવી છે.શપથવિધિ મે લગાવવામાં આવેલા બેનર પણ ફાડી દેવામાં આવ્યા છે.જો કે પક્ષ તરફથી બધું ઠીક હોવાના દાવાઓ કરાય રહ્યા છે.જયારે મુખ્યમંત્રી કાર્યાલયે ટવીટ કર્યું છે કે ગુરુવાર ૧: ૩૦ કલાકે શપથવિધિ યોજાશે.સુત્રોના જણાવ્યા અનુસાર ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં સંપૂર્ણ ફેરબદલ ઈચ્છી રહ્યા છે.જેના પરિણામે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત અન્ય સીનીયર મંત્રીઓ નારાજ થઇ ગયા છે.જેના કારણે પક્ષમાં હાલ માહોલ તંગ થઇ ગયો છે.દરમિયાન અટકળો તેજ બની છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. આ પહેલા ગુજરાત ભાજપના પ્રવકતા યમલ વ્યાસે સવારે કહ્યું હતું કે નવા મંત્રીઓના નામ હજુ જાહેર થયા નથી અને મંત્રીઓ બપોરે ૨ કલાકે શપથ લેશે.જ્યાં પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા.શપથવિધિની તૈયારીઓ કરી દેવામાં આવી હતી પણ સીનીયર મંત્રીઓને પડતા મુકવાની બાબતને લઈને પક્ષમાં ભડકો થઇ ગયો અને પોસ્ટર અને બેનરો ફાડી દેવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલને કેબિનેટમાં સામેલ કરવા માંગી રહ્યા છે પણ સીનીયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,ઈશ્વર પરમાર,યોગેશ પટેલ,ઈશ્વર પટેલ,વાસણ આહીર અને બચુ ખાબડને કેબિનેટમાં સામેલ કરવા માંગતા ના હોવાથી વિવાદ વધ્યો છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: