- આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત
- આજે હિંદુ નવવર્ષના નવા સંવત્સરની શરૂઆત
- તિથિઓ વધ-ઘટ ન થવાથી નવ દિવસ સુધી રહેશે નવરાત્રિ
13 એપ્રિલ એટલે કે આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ દિવસે હિંદુ નવવર્ષનું નવું સંવત્સર પણ શરૂ થઈ જશે. નોરતા હોવાથી આ સપ્તાહ દેવી પૂજા અને વ્રત-ઉપવાસ રહેશે. 13 થી 17 એપ્રિલ સુધી ચૈત્ર એકમ,હિંદુ નવવર્ષ, સિંધારા બીજ, ગણગૌર તીજ, વિનાયક ચોથ અને શ્રી પંચમી જેવા વ્રત અને પર્વ રહેશે. એટલે તિથિ-તહેવારોની દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ દિવસોમાં સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ રાશિ બદલશે. આ 3 ગ્રહોના રાશિ પરિવર્તનની અસર જોવા મળશે.


આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, જે 21 એપ્રિલ સુધી રહેશે. ઘટ સ્થાપના માટે આજે આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે. હાલ દેશમાં કોરોનાને કારણે જે પરિસ્થિતિ છે એને કારણે અનેક શહેરોમાં લોકડાઉન પણ છે. આ દિવસોમા દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. દેવી માતાએ દૈત્યોનો વધ કરવા માટે અનેક અવતાર લીધા છે. દેવી માતાએ મહિષાસુરનો વધ કરવા માટે દુર્ગાના સ્વરૂપમાં અવતાર લીધો હતો. આ કારણે દેવીને મહિષાસુરમર્દિની પણ કહેવામાં આવે છે.નવલા નવરાત્રિએ માતાના નવ સ્વરૂપોની પૂજા કરવાની હોય છે. આજે બપોરે 15.49 થી 17.20 સુધી શુભ મુહુર્ત છે. આ મુહૂર્તમાં વિધિવિધાન સાથે માતાના નવ સ્વરૂપોની ભાવ પૂર્વક સ્થાપના કરી નવરાત્રિની શરૂઆત કરો. આ દિવસે માતાની સમક્ષ અખંડ જ્યોત પ્રગટાવો. દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરો. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતો હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પ અર્પણ કરે તો તેને પણ માતાજી પ્રસન્ન થતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવાનો આ શ્રેષ્ઠ અવસર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ મંગળવારથી શરૂ થાય છે. મંગળવારએ માતાજીનો વાર છે આથી માની ઉપાસના અને આરાધના કરો. ચૈત્ર નવરાત્રિ પ્રતિપાદ તિથિએ પ્રથમ માતા શૈલપુત્રીની પૂજા દ્વારા ઇચ્છિત પરિણામો મળે છે. માતાની ઉપાસના કરી ભક્તો અપાર સુખ મેળવે છે.