12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કેજરીવાલની ડ્રીમ યોજના ‘ઘર-ઘર રાશન’ પર કેન્દ્રે લગાવ્યો પ્રતિબંધ

  • કેજરીવાલની ડ્રીમ યોજના ‘ઘર-ઘર રાશન’ પર કેન્દ્રે લગાવ્યો પ્રતિબંધ
  • 72 લાખ લોકોને ઘરે બેઠા રાશન આપવાની હતી યોજના
  • યોજના બનાવતા પહેલા મંજુરી લેવામાં આવી નથી : કેન્દ્ર
  • આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ

કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની ઘર ઘર રાશન યોજના પર રોક લગાવી દીધી છે. કેન્દ્રનું એવું કહેવું છે કે આ યોજના બનાવતા પહેલા રાજ્ય દ્રારા કેન્દ્રની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આ યોજના દિલ્હી સરકારે 72 લાખ ઘરો સુધી રાશન પહોચાડવા કરી હતી.

કેજરીવાલ સરકારે ઘર ઘર રાશન યોજનાનું એલાન કર્યું હતું. દિલ્હી સરકારના આ અરમાનો પર કેન્દ્ર સરકારે પાણી ફેરવી દીધું છે. વાત જાણે એમ છે કે દિલ્હીમાં 72 લાખ લોકોને ઘર સુધી રાશન પહોંચાડવા માટેની યોજના બનાવામાં આવી હતી. આ યોજના એક અઠવાડિયા પછી અમલમાં આવવાની હતી. તે માટે કેજરીવાલ સરકારે બધી જ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી. જેના પર કેન્દ્ર સરકારે એવું કહીને રોક લગાવી દીધી છે કે આ યોજના બનાવતા પહેલા રાજ્ય દ્રારા કેન્દ્રની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આ યોજના પર રોક લગાવવા બદલ  AAP પાર્ટી રોષે ભરાઈ છે.  આમ આદમી પાર્ટી એ ટ્વીટ કરીને રોષ ઠાલવતા કહ્યું હતું કે- પ્રધાનમંત્રી જી, તમારી રાશન માફિયાની સાથે એવી તો શું સાંઠ-ગાંઠ છે? કે તમે કેજરીવાલ સરકારની ઘર ઘર રાશન યોજના પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ  આ સ્કીમનું નામ ‘મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના’ જ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના પર પણ કેન્દ્રએ વિરોધ નોંધાવ્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: