- વડગામ તાલુકાના એક ખેતરમાં લાગી આગ
- વિદ્યુત લાઈનના વાયર તુટતા સર્જાયો આગ લાગવાનો બનાવ
- આગ લગતા એરંડા તેમજ ઘઉંનો પાક બળીને થયો ખાખ
વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામની સીમમા વિરજીભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ખેતરમાંથી વિદ્યુત લાઈનનો વાયર તૂટી જતા આગ લાગવાની ઘટના બની હતી. વિદ્યુત લાઈનનો વાયર તૂટી જતા ચાર એકર જમીનમાં ઉભા ઘઉં તેમજ કુવા પાસે એરંડાનો ઉતારેલો પાક તેમજ એકઠા કરેલ ઘઉં પણ બળીને ખાખ થઇ જવા પામ્યા હતા.
રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે વડગામ ખાતેથી આગ લાગવાની ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામની સીમમા વિરજીભાઈ ચૌધરી નામના ખેડૂતના ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાંથી પસાર થતો વિદ્યુત લાઈનનો વાયર તૂટી જતા આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ બપોરનો સમય હોવાથી અને તહેવાર હોવાથી ખેતરમાં કામ કરતા ભાજીયા પણ પોતાના વતનમાં ગયા હતા. ખેતરમાં કોઈ હાજર ના હતું. જેના કારણે મોટી જાનહાની સર્જાઈ નથી. વિદ્યુત લાઈન તૂટી હતી. ખેતરમાં કોઈ હાજર ના હોવાથી સંપૂર્ણ પાક તેમજ આસપાસના ઝાડ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો. ખેતરના ખેડૂત વિરજીભાઈ જેસંગભાઈ ચૌધરી સાથે વાત કરતા ખેતરમાં સર્જાયેલ અકસ્માત વિષે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ચાર એકર જમીનમાં ઉભા ઘઉં તેમજ કુવા પાસે એરંડાનો ઉતારેલો પાક તેમજ એકઠા કરેલ ઘઉં પણ બળીને ખાખ થઇ ગયા છે.
- દિપક પુરબિયા સાથે રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ વડગામ