24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

સતત ત્રીજી વખત કેબીનેટ બેઠક રદ્દ

  • સતત ત્રીજી વખત કેબીનેટ બેઠક રદ
  • દર બુધવારે યોજાતી હોય છે કેબીનેટ બેઠક
  • મુખ્યમંત્રી રુપાણી હોસ્પીટલમાં દાખલ હોવાથી રદ્દ
  • અન્ય મંત્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી પણ રદ્દ

દર બુધવારે યોજાતી સાપ્તાહિક કેબીનેટ બેઠક સતત ત્રીજી વખત રદ્દ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણી કોરોના પોજીટીવ હોવાથી અને અન્ય મંત્રીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર કાર્યમાં વ્યસ્ત હોવાથી બુધવારના રોજ યોજાનારી કેબીનેટ બેઠક રદ્દ કરાય છે.

આગામી ૨૧ ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત છ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે જયારે ૨૮ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં વિવિધ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ યોજાવાની છે. જેના પ્રચાર અર્થે વિવિધ મંત્રીઓ વિવિધ જીલ્લાના પ્રવાસે હોવાથી ગાંધીનગર બહાર છે.જયારે મુખ્યમંત્રી વિજય રુપાણી કોરોના પોજીટીવ આવ્યા હોવાથી સારવાર અર્થે અમદાવાદની યુએન મેહતા હોસ્પીટલમાં દાખલ છે. જેના પગલે બુધવારના રોજ યોજાનારી રૂટીન કેબીનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે, આમ સતત ત્રીજી વખત કેબીનેટ બેઠક રદ્દ કરવામાં આવી છે. આ પહેલાના બે બુધવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર પસંદ કરવા હેતુ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી જેના કારણે કેબીનેટ બેઠક રદ્દ રખાઈ હતી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: