24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

ભારતનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરશે બજેટ સત્ર- પીએમ મોદી

  • ભારતનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરશે બજેટ સત્ર : પીએમ
  • આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
  • મારી સરકારે એમએસપી ને દોઢ ગણી વધારીઃ રાષ્ટ્રપતિ

સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બજેટ અભિભાષણમાં કહ્યું- ત્રણ મહત્વપૂર્ણ કૃષિ સુધારા બિલ ગત વર્ષે પાસ થયા છે. નાના ખેડૂતોને થનારા લાભોને જોતા અનેક રાજકીય પક્ષોએ તેનું સમર્થન સમય-સમયે કર્યું હતું. બે દશકાથી આ કાયદાઓની માંગ થઈ રહી હતી. મારી સરકાર તેનું પણ પાલન કરશે. ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે. કાયદા અને નિયમોનું પાલન કરવું જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ કરવા માટે જ નથી પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે. તેનાથી ભારતીય કૃષિ મજબૂત બનશે. સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા MSPને દોઢ ગણી વધારવામાં આવી છે. મારી સરકાર MSP પર રેકોર્ડ ખરીદી કરી રહી છે. ખરીદીના કેન્દ્રનો પણ વધારી રહી છે. જુની સિંચાઈ પરિયાજનાની સાથે આધુનિક સિંચાઈની ટેકનિકને પણ ખેડૂત સુધી પહોંચાડી રહી છે. માઈક્રો ઈરિગેશનથી ખેડૂતોને જોડી રહી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય. અમે પણ નહિ અટકીએ અને ભારત પણ નહિ અટકે. એકતા અને બાપુની પ્રેરણાએ આપણને વર્ષોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. ભારતની મહાનતા પરમ સત્ય છે. એક થઈ જાવ. આજે ભારતીયોની એકતા જ આપણને ઘણા સમસ્યાઓમાંથી બહાર લાવી છે. કોરોના, ભૂકંપ, પુર, સીમા પર તણાવ. આપણે એક થઈને આ સમસ્યાઓને પાર પાડી. તેમજ વડાપ્રધાને કહ્યું કે ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે 2020માં એક નહિ નાણાં મંત્રીએ અલગ-અલગ પેકેજ તરીકે 4-5 મિનિટ બજેટ આપવા પડ્યા. એટલે કે 2020માં એક રીતે સતત મિની બજેટનો સિલસિલો ચાલતો રહ્યો. આ વખતે પ્રથમ વખત બજેટ સેશન પર રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન સાંસદ સેન્ટ્રલ હોલ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસશે. આવું સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: