21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

અંકલેશ્વર નગરપાલિકા માટે વર્ષ ૨૦૨૧-૨૨નું રૂપિયા ૯૫ કરોડનું બજેટ મંજુર કરાયું

  • અંકલેશ્વર નગરપાલિકાની પ્રથમ બોર્ડ મિટિંગ યોજાઈ
  • અંકલેશ્વર નગરપાલિકા માટે વાર્ષિક બજેટ કરાયું રજુ
  • વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે રૂપિયા ૯૫ કરોડનું બજેટ કરાયું મંજુર

અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટીંગ તારીખ ૩૦મીના રોજ મળી હતી. જેમાં અનેક મહત્વના કામો ઠરાવ ઉપર લેવાયા હતા. જેમાં 98 કરોડના બજેટને પણ બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી. આ બોર્ડ મિટિંગમાં કુલ 66 કામ એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. જયારે અનેક મુદ્દાઓને લઇ વિરોધ પક્ષના ઉમેદવારોએ લગભગ ૩ કલાક વિરોધ પ્રદર્શન કર્યો હતો.

અંકલેશ્વરમાં નગર પાલિકાની મળેલી બોર્ડ મિટીંગ ગત રોજ મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ વિનય વસાવા તેમજ કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. મિટિંગમાં કુલ 66 કામ હાથ પર લેવાયા હતા. જેમાં રૂ. 98 કરોડના વર્ષ 2021- 22ના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સાથે સેનેટાઈઝર કૌભાંડ અંગે પણ મહત્વનો નિર્ણય લઇ ઠરાવ પસાર કરીને એની તપાસ પ્રાદેશિક અધિકારી કરી શકે અને તપાસ સમિતિ નીમે તેવી પણ માંગ ઠરાવ અંતર્ગત મંજૂર કરાઇ હતી. એમાં પણ એવી રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ એશિયાડ નગરથી લઇ ઓએનજીસી ઓવરબ્રીજ સંપૂર્ણ થાય ત્યાં સુધીના મુખ્ય માર્ગનું મરામત કામ પીડબલ્યુડીની હદમાં આવે છે. તો નગરપાલિકા એ કામ કરી શકે એ અંગે પણ ઠરાવ કરીને એક ઠરાવ પીડબલ્યુડી વિભાગને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત બજેટમાં રૂપિયા 2.25 કરોડની ખાધ સાથેનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં દોઢ લાખ રૂપિયા અંકલેશ્વર શહેરના તમામ વોર્ડમાં ડ્રેનેજ અને અન્ય કામ માટે વાપરવામાં આવશે આ ઉપરાંત ૭૫ લાખ રૂપિયા તમામ વોર્ડમાં જરૂરી રોડ રસ્તા કે બ્લોકના કામ માટે ખર્ચવામાં આવશે. તો બીજી તરફ વિરોધ પક્ષે પોતાના પાંચ સભ્યો સાથે વિરોધ વંટોળ શરુ કર્યો હતો.જે અંદાજિત ત્રણ કલાક ચાલ્યો હતો. જેમાં બજેટના 98 કરોડ પાલિકા લાવશે ક્યાંથી, ટેક્સ ભરવાની જનતા પાસે તાકાત નથી તો દંડ વસુલાત બંધ કરવામાં આવે અને હપ્તા પાડીને પ્રજાને ટેક્સ ભરવા અપીલ કરાય,પાલિકા દ્વારા ટેક્સ વધારો બંધ કરાય જેવા અનેક મુદ્દાઓને લઇ વિરોધ કર્યો હતો.

  • કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: