12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

બ્રિટિશ એનર્જી કંપનીએ ભારત પર નાણાં રીકવર કરવા વધાર્યું દબાણ

  • બ્રિટિશ એનર્જી કંપનીએ ભારત પર નાણાં રીકવર કરવા વધાર્યું દબાણ
  • કેર્ને ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં  કરી માંગ
  • માંગણી અનુસાર એર ઈન્ડિયાના વિમાનો સહિતની વિદેશી સંપત્તિ જપ્ત કરવા રજૂઆત 
  • કેર્ન 1.72 અબજ ડોલર વસૂલવા માટે એર ઈન્ડિયાના વિમાનો કરશે જપ્ત
  • રોકડ જપ્ત થવાના ડરે ભારત સરકારે બેન્કોને ખાતામાંથી રોકડ પાછી ખેચવા કર્યો  નિર્દેશ

બ્રિટનની કેર્ન એનર્જી પીએલસીએ ભારત સરકાર પાસેથી 1.72 અબજ યુએસ ડોલરની વસૂલાત માટે એર ઈન્ડિયાના વિમાનો સહિતની વિદેશી સંપત્તિ જપ્ત કરવા માટે અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પાછલી અસરથી કર વસૂલવાના કેસમાં આંતરરાષ્ટ્રીય લવાદ ટ્રીબ્યુનલે ભારત સરકારને કેર્ન એનર્જીને રૂ. 1.72 અબજ ડોલર ચૂકવવા આદેશ કર્યો હતો.

કેર્ને શુક્રવારે ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરીને એર ઈન્ડિયાના વિમાનો સહિતની વિદેશી સંપત્તિ જપ્ત કરવા માંગણી  કરી છે.  ઉલ્લેખનીય છે કે  આંતરરાષ્ટ્રીય લવાદ ટ્રીબ્યુનલે ડિસેમ્બર 2020માં ભારતને 1.72 અબજ ડોલર કેર્ન એનર્જીને ચૂકવવા આદેશ આપ્યો હતો.આ સાથે જ કેર્ન એનર્જીએ 21મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય લવાદ ટ્રીબ્યુનલના ચૂકાદા અંગે ભારત વિરૂદ્ધ અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, કેનેડા, ફ્રાન્સ, સિંગાપોર, ક્યુબેકની અદાલતોમાં પહેલાથી જ અપીલ કરી ચૂકી છે.  જેને લઇ અગાઉ કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને કહ્યું હતું કે તેઓ પોતાના વિદેશી કરન્સી એકાઉન્ટ્સમાંથી નાણાં કાઢી લે. ભારત સરકારને ડર છે કે કેર્ન એનર્જી લેણાંની વસૂલાત માટે ભારતીય બેન્કોનની રોકડ જપ્ત કરવાનો પ્રયાસ કરી શકે છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: