23 C
Ahmedabad
Thursday, January 20, 2022
spot_imgspot_img

Latest Posts

બોરિસ જોનસને પોતાનાથી 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ કેરી સાઇમન્ડ્સ સાથે કર્યા લગ્ન

  • બોરિસ જોનસને પોતાનાથી 23 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
  • વેસ્ટમિંસ્ટર કેથેડરલ ચર્ચ ખાતે યોજાઇ લગ્ન સેરેમની
  • કોરોનાને કારણે બ્રિટનમાં ફક્ત 30 લોકો લગ્નમાં થયા સામેલ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને લંડનમાં એક નાનો ખાનગી સમારંભ યોજી તેની વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે ગતરોજ લગ્ન કર્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં  અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવી હતી.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કેરી સાઇમન્ડ્સ સાથે સિક્રેટ લગ્ન કર્યા છે. બ્રિટન મીડિયા રિપોર્ટના હવાલેથી ન્યૂઝ એજન્સી રોયટર્સે બ્રિટિશ જણાવ્યું છે કે આ લગ્ન સેરેમની વેસ્ટમિંસ્ટર કેથેડરલ ચર્ચ ખાતે યોજાઇ હતી. જો કે, જોનસનના ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસના પ્રવક્તાએ આ અહેવાલો પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રવિવારે બ્રિટિશ અખબાર ધ સન એન્ડ મેઇલમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, લગ્નના બધા મહેમાનોને છેલ્લી ઘડીએ આમંત્રણ આપવામાં આવ્યું  હતું. આ લગ્ન અંગેની માહિતી વરિષ્ઠ અધિકારીઓને પણ આપવામાં આવી ન હતી. કોરોનાને કારણે બ્રિટનમાં ફક્ત 30 લોકોને જ લગ્નમાં સામેલ થવાની મંજૂરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં જોનસન વડાપ્રધાન બન્યા ત્યારબાદથી જ તેની 33 વર્ષીય ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્સ સાથે ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતા હતા. ગયા વર્ષની શરૂઆતમાં, તેમણે તેના અને કેરીના સંબંધોની જાહેરાત કરી હતી. આ સાથે જ આવનારા બાળક વિશે પણ જણાવ્યું હતું. 2020માં તેમના પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ વિલ્ફ્રેટ લૌરી નિકોલસ જોનસન રાખ્યું હતું. એક મહિના પહેલા પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે મિત્રો અને પરિવારના સભ્યોને જ લગ્નનું આમંત્રણ જુલાઈ 2020માં જ મોકલવામાં આવ્યું હતુ.વડાપ્રધાન જોનસનનું અંગત જીવન હંમેશાં ખૂબ જ જટિલ રહ્યું છે. તેઓ અત્યાર સુધી બે વાર છૂટાછેડા લઈ ચૂક્યા છે. આ પહેલા તેમણે એક વકીલ મેરિના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. બંનેને ચાર બાળકો છે. સપ્ટેમ્બર 2018માં બંને અલગ થઈ ગયા. એકવાર તેમને લગ્નેતર સંબંધ અંગેના ખોટું બોલવા બદલ કન્ઝર્વેટિવ પાર્ટીની પોલિસી ટીમમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: