27 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

  • ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
  • રામપુરીના મંદિરમાં સન્માન સમારોહ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે રહ્યા હતા ઉપસ્થિત
  • મુસ્લિમ શિલ્પકારોને ગણાવ્યા ભગવાન વિશ્વકર્માના વંશજ

ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડાએ એક વિવિદાસ્પદ નિવેદન આપ્યું છે.તેમણે એવું કહ્યું હતું કે, દરેક કારીગર ભગવાન વિશ્વકર્માના વંશજ જ છે,કારણ કે બાબર શિલ્પકારો સાથે ભારત આવ્યો ન હતો. ઇરાક, ઈરાન તથા યુએઈમાં ફક્ત રેતીના ટેકરાઓ છે, તેથી ત્યાં હસ્તકલા અસ્તિત્વમાં નથી તેથી બધા જ મુસ્લિમ શિલ્પકારો ભગવાન વિશ્વકર્માના વંશજ છે.

મુઝફ્ફરનગરના એક કાર્યક્રમમાં ભાજપના રાજ્યસભા સાંસદે એવું જણાવ્યું કે, સમગ્ર વિશ્વકર્મા સમાજે સંગઠિત થવું જોઈએ અને તેની રાજકીય શક્તિ વધારવી જોઈએ. અત્રે નોંધનીય છે કે, સાંસદ રામચંદ્ર જાંગડા હરિયાણાના પછાત વર્ગ આયોગના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ભારત શ્રમિકો તથા શ્રમના સન્માન સાથે આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે, રામપુરીના વિશ્વકર્મા મંદિરમાં સન્માન સમારોહ દરમિયાન  તેમણે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તે દરમિયાન જ સાંસદ રામચંદ્ર જાંગડાએ કાર્યક્રમને સંબોધન કરતા એવું જણાવ્યું હતું કે,ર્વિશ્વકર્મા સમાજે ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમને કારીગરી અને તકનીકી નિપુણતા ભગવાન વિશ્વકર્મા પાસેથી પ્રાપ્ત થઈ છે. સાંસદે વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે કામદારો તથા શ્રમિકોને સર્વોપરી રાખ્યા છે.આ સાથે જ ભાજપ બેકવર્ડ સેલના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.પ્રમેન્દ્ર જાંગરાએ કહ્યું કે, ભાજપે દુનિયા માં ભારતની સનાતન સંસ્કૃતિનું ગૌરવ પણ વધાર્યું છે. ઉપરાંત જણાવ્યું કે, કારીગરો માટીની કલા સાથે સંકળાયેલી જાતિઓના ઉત્થાન માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પછાત વર્ગ આયોગના સભ્ય જગદીશ પંચાલે  રાજ્યસભાના સાંસદ રામચંદ્ર જાંગડા અને ડો.પ્રમેન્દ્ર જાંગડાને પાઘડી પહેરાવીને સન્માનિત પણ કર્યા હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: