12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

કલ્યાણ સિંહના મૃતદેહ પરના તિરંગાની ઉપર બીજેપીનો ઝંડો

  • કલ્યાણ સિંહના મૃત દેહ પરના તિરંગાની ઉપર બીજેપીનો ઝંડો
  • બીજેપીનો ઝંડો રાખવાને લઈને છેડાયું રાજકીય વાક્યુદ્ધ
  • વિપક્ષોએ ભાજપની આ હરકતને કહ્યું તિરંગાનું અપમાન

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા રહી ચુકેલા કલ્યાણ સિંહના અંતિમ દર્શન દરમિયાન તેમના મૃતદેહ પર ભાજપનો ઝંડો રાખવાને લઈ રાજકીય વાક્યુદ્ધ પ્રારંભ થયું છે. ટીએમસી, કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓએ ભાજપને ટાર્ગેટ કરીને પ્રશ્નો કર્યા છે. ટીએમસી સાંસદે એવો સવાલ કર્યો હતો કે, તિરંગાનું અપમાન કરવું એ માતૃભૂમિના સન્માનની નવી રીત છે..?

પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું શનિવારે રાતે અવસાન થયું ત્યાર પછી તેમના પાર્થિવ શરીરને લખનૌ સ્થિત તેમના આવાસ પર અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના પાર્થિવ શરીરને રાષ્ટ્રધ્વજ દ્રારા લપેટવામાં આવ્યો હતો , પરંતુ પછી તેમના પગ તરફ ભાજપનો ઝંડો પણ મુકવામાં આવ્યો હતો. ત્યારથી વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન તાકવાનું પણ શરૂ કરી દીધું હતું. તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રૉયે કલ્યાણ સિંહના અંતિમ દર્શનની તસવીર ટ્વીટ કરીને એવું લખ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવું એ શું માતૃભૂમિુનં સન્માન કરવાની નવી પદ્ધતિ છે? આ ટ્વીટ પર ટીએમસીના જ એક નેતા રિજૂ દત્તાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, લાગે છે કે ભાજપ આપણા દેશના તિરંગા કરતા પણ મોટી છે…. શરમજનક. આ તરફ કોંગ્રેસી નેતાઓએ પણ તસવીર શેર કરી છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે તસવીર શેર કરીને એવો સવાલ કર્યો હતો કે, શું ભારતના ઝંડાની ઉપર કોઈ પાર્ટીનો ઝંડો રાખવો યોગ્ય છે? અન્ય એક ટ્વીટમાં તેમણે એવું લખ્યું હતું કે, ‘સ્વ. કલ્યાણ સિંહજીના અવસાન પર વિનમ્ર શ્રદ્ધાંજલિ, પરંતુ આ તસવીરને જોઈ એક સવાલપણ છે કે, શું કોઈ પાર્ટીનો ઝંડો તિરંગાથી પણ ઉપર હોઈ શકે છે? રાષ્ટ્રીય ધ્વજનું અપમાન-માતૃભૂમિનું સન્માન કરવાની નવી રીત છે?’

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: