17 C
Ahmedabad
Sunday, January 23, 2022
spot_imgspot_img

Latest Posts

મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે નોંધાવી ઉમેદવારી

  • મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભર્યું ફોર્મ
  • ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે ભર્યું ઉમેદવારી ફોર્મ 
  • મંત્રી ગણપત વસાવા સહીત અનેક આગેવાનોની હાજરીમાં ભર્યું ઉમેદવારી ફોર્મ

આગામી સમયમાં મોરવા હરફ વિધાનસભા માટે પેટાચુંટણી યોજાવાની છે. ૩૦ માર્ચના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવા, જયદ્રથ સિંહ પરમાર અને બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પ્રમુખ મહામંત્રી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નિમિષાબેને ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું.  

મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો ગત રોજ છેલ્લો દિવસ હતો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે પણ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. મોરવા હડફ પેટા ચૂંટણી માટે સમર્થકો સાથે જઈ ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્ર જમા કરાવ્યું છે. મોરવા મામલતદાર કચેરી ખાતે જઈ નિમિષાબેને ઉમેદવારી પત્ર જમા કરાવ્યું હતું. પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવા, જયદ્રથ સિંહ પરમાર અને બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પ્રમુખ મહામંત્રી સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નિમિષાબેને ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ભાજપે પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને પસંદ કર્યા છે. આ પેટા ચુંટણીમાં ૭૫૦૦૦ની લીડ થી ભાજપના ઉમેદવાર જીતશે તેવું ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • સિરાજ જરગાલ લાઈવ ગુજરાત ન્યુઝ પંચમહાલ

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: