29 C
Ahmedabad
Wednesday, January 19, 2022
spot_imgspot_img

Latest Posts

ભાજપે જાહેર કર્યા અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના પ્રમુખ

  • ભાજપે જાહેર કર્યા અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના પ્રમુખ
  • અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પૂર્વ મેયર અમિત શાહની વરણી
  • વર્ષ ૨૦૦૫માં પણ અમિત શાહ અમદાવાદના હતા શહેર પ્રમુખ
  • અમિત શાહ વર્ષ ૨૦૦૫થી ૨૦૦૮ સુધી અમદાવાદના મેયર
  • અમિત શાહ એએમટીએસ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે
  • ગાંધીનગર જીલ્લાના પ્રમુખ તરીકે અનીલ પટેલની નિમણુક

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ શહેર અને ગાંધીનગર જીલ્લાના પ્રમુખની નિમણુકની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.અમદાવાદ શહેર પ્રમુખ તરીકે અમદાવાદના પૂર્વ મેયર અમિત પી શાહની વરણી કરવામાં આવી હતી જયારે ગાંધીનગર જીલ્લા પ્રમુખ તરીકે અનીલ પટેલની વરણી કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સોમવારના રોજ બાકી રહી ગયેલા અમદાવાદ શહેર અને ગાંધીનગર જીલ્લાના પ્રમુખ તરીકે વરણી  કરવાની જાહેરાત કરી હતી.ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરાયેલ જાહેરાત અનુસાર અમદાવાદ શહેર પ્રમુખ તરીકે અમિત પી શાહની વરણી કરવામાં આવી છે.જયારે ગાંધીનગર જીલ્લાના પ્રમુખ તરીકે અનીલ પટેલની નિમણુક કરાઈ છે.

અમદાવાદ શહેરના પ્રમુખ જગદીશ પંચાલના સ્થાને નિમણુક કરવામાં આવેલા અમિત પી શાહ અગાઉ અમદાવાદના મેયર પણ રહી ચુક્યા છે.તેઓ વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી અમદાવાદ શહેરના મેયર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ પણ વર્ષ ૨૦૦૫માં રહી ચુક્યા છે અને એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા બજાવી ચુક્યા છે. અમિત શાહની અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની વરણી આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: