- દિલ્લી સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત
- ૭૨ લાખ રાશન કાર્ડ હોલ્ડર્સને ૨ મહિના સુધી અપાશે વિના મૂલ્યે રાશન
- ઓટો અને ટેક્સી ચાલકોને અપાશે ૫ હજાર રૂપિયાની સહાય
- દિલ્લીના મુખ્યમંત્રી અરીવિંદ કેજરીવાલે કરી જાહેરાત
દેશમાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યું છે. દિલ્લીમાં પણ કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે કોરોના કાળમાં જનતાએ રાહત આપવા દિલ્લી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હીમાં 72 લાખ રાશનકાર્ડ હોલ્ડર્સને મફત રાશન આપવામાં આવશે.સીએમ કેજરીવાલે કહ્યું કે આ ફ્રી રાશન આગામી 2 મહિના સુધી આપવામાં આવશે. તેનો અર્થ એ નથી કે લોકડાઉન આગામી બે મહિના સુધી વધારવામાં આવ્યું છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં જેટલા પણ ઓટો અને ટેક્સી ચાલકો છે તેમને 5 હજાર રૂપિયાની મદદ કરશે. તેમણે કહ્યું કે આ ખુબ કપરો સમય છે. બીજી લહેર ખુબ ખતરનાક છે. ચારેબાજુ દુ:ખ છે. બધાને વિનંતી છે કે એકબીજાની મદદ કરો.