23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોનાના ઘટી રહેલા સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

  • કોરોનાના ઘટી રહેલા સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
  • 100 % કેપેસીટી સાથે ખુલશે સિનેમા હોલ
  • અગાઉ 50 ટકાની ક્ષમતા સુધી હતી મંજૂરી
  • કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન

કોરોના સંકટને કારણે ગયા વર્ષે માર્ચથી લોકડાઉનની રાષ્ટ્રવ્યાપી ઘોષણા કરવામાં આવી હતી. આ સ્થિતિમાં, દેશભરના સિનેમાઘરો પણ બંધ કરાયા હતા. જોકે ભારત કોરોના સંકટમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. અને તમામ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે.

દેશમાં કોરોના રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે કોરોનાનું જોખમ પણ ઓછું થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે સંપૂર્ણ ક્ષમતા સાથે દેશભરમાં થિયેટરો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી માહિતી આવી છે, કે ફેબ્રુઆરી મહિનાથી, દેશભરના થિયેટરો તેમની 100% ક્ષમતાથી ખોલવામાં આવશે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભીડને કાબૂમાં રાખવા  થિયેટરોમાં બે શો વચ્ચેનું અંતર થોડું વધુ રાખવું પડશે. તેમજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે, “100% ક્ષમતા સાથે સિનેમા હોલ ફેબ્રુઆરીમાં ખુલી શકે છે. ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહિત કરીશું. બંને શો વચ્ચે થોડો વધુ સમય રાખવામાં આવશે.  જેથી કોઈ ભીડ ન રહે. સેનિટાઈઝેશન અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. આ ઉપરાંત અગાઉ ગૃહ મંત્રાલયે સિનેમા હોલને સામાજિક અંતરથી ખોલવાની મંજૂરી આપી હતી. તેમાં બે પ્રેક્ષકો વચ્ચે ખુરશી ખાલી રાખવાની અનિવાર્યતા સામેલ છે. સિનેમા હોલ સંપૂર્ણ ક્ષમતા સાથે ન ખોલવાને કારણે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મ્સ રજૂ કરવામાં રસ દાખવતા ના હતા.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: