23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા ખુલવા અંગે કરી જાહેરાત

  • કેબિનેટ મીટીંગમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય 
  • ૧ ફ્રેબુઆરીથી ધો-૯ અને ધોરણ ૧૧ના વર્ગો કરાશે ચાલુ
  • ટ્યુશન કલાસીસ પણ ૧લી ફેબ્રુઆરીથી થશે શરુ
  • એસઓપી ના ચુસ્તપણે પાલન સાથે શરુ થશે વર્ગો

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ મીટીંગ મળી હતી. કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા અને ટ્યુશન ખોલવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમજ ટ્યુશન ક્લાસીસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરી શકાશે. ટ્યુશન ક્લાસીસમાં માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે બાળકોની હાજરી ખૂબ સંતોષકારક છે. શાળાઓમાં અને ટ્યુશન ક્લાસમાં ફરજીયાત પણે ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: