24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

બોર્ડની પરીક્ષાને લઇ ભુપેન્દ્ર સિંહે કરી મોટી જાહેરાત

  • બોર્ડની પરીક્ષાને લઇ ભુપેન્દ્ર સિંહે કરી મોટી જાહેરાત
  • ગુજરાતમાં લેવાશે ધોરણ 12ની પરીક્ષા
  • ૧ જુલાઈથી ધોરણ 12ની લેવાશે પરીક્ષા
  • કુલ ૬ લાખ ૮૩  હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • ધોરણ 12ની જુની પદ્ધતી પ્રમાણે પરીક્ષા લેવાશે

રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો હતો. વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે બાદ ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી ૧ જુલાઈ  ગુરૂવારથી યોજાશે. 

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશ તેમજ રાજ્યમાં આતંક મચાવ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા CBSE બાદ ગુજરાત સરકારે પણ ધોરણ ૧૦માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ત્યારે ધોરણ ૧૨ની પરીક્ષા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે મળી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પરીક્ષા અંગે જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. તે ઉપરાંત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.         

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: