23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાત ના નવા મુખ્યમંત્રી

  • ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાત ના નવા મુખ્યમંત્રી
  • ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાનું સુકાન
  • ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે ભુપેન્દ્ર પટેલ
  • આનંદીબેન પટેલ પણ ઘાટલોડીયાથી ચૂંટાયા હતા
  • આનંદીબેન પટેલના નજીકના છે ભુપેન્દ્ર પટેલ
  • આનંદી બહેન પટેલના અંગત ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા CM
  • અમદાવાદની ઘાટલોડિયા બેઠકના MLA બન્યા ગુજરાતના નવા CM
  • ગુજરાતના ૧૭માં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ

ગુજરાતના નવા મુખ્યમંત્રી નું નામ આખરે જાહેર કરી દેવાયુ છે. ભૂપેન્દ્ર પટેલ  ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિન પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે.  ઉલ્લેખનીય છે કે કમલમ ખાતે સૌથી પહેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેના બાદ કોર કમિટીની બેઠક મળી હતી. છેલ્લી ઘડીએ કોર કમિટીની બેઠકમાં સમીકરણો બદલાયા હતા. પહેલા મુખ્યમંત્રીના રેસમાં બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું.વધુ માહિતી અનુસાર કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે ભૂપેન્દ્ર પટેલનુ નામ સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઇ ઉઠ્યા હતા. કોર કમિટીની બેઠક બાદ ભારે મનોમંથન કરાયુ હતું, અને આખરે ભૂપેન્દ્ર પટેલના નામ પર મ્હોર લાગી હતી.અને આખરે   ગુજરાતના ૧૭ માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરાયું છે

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: