- વાવાઝોડાની સંભાવનાને લઇ ભાવનગર તંત્ર બન્યું એલર્ટ
- કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે થઇ શકે છે વાવાઝોડાની અસર
- સાગરખેડુઓને દરિયો ન ખેડવા કરાયા આદેશ
અરબ સાગરમાં લો પ્રેશરના કારણે સંભવિત ‘‘તૌકતે‘‘ વાવાઝોડુ આવી શકે છે. જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે. ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આગામી તારીખ 14 મેના રોજ લો પ્રેશર સર્જાય તેવી સંભાવના છે. આ લો પ્રેશરના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કરી દીધું છે. સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા એલર્ટ બની ગયું છે. દરિયા કાંઠાના ગામડાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમજ સાગર ખેડુને દરિયો ખેડવા ન જવા માટે આદેશ કરવામાં આવ્યા છે, તેમજ દરિયા કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂર પડ્યે અન્ય સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરાઈ છે.
અજય બુધેલીયા લાઇવ ગુજરાત ન્યૂઝ ભાવનગર