19 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

ભરૂચની વેલ્સપન કંપનીની આપખુદશાહી સામે આવી

  • ભરૂચની વેલ્સપન કંપનીની આપખુદશાહી સામે આવી
  • કંપનીના 400થી વધુ કર્મચારીઓના પરિવારો આર્થિક સંકટમાં
  • કંપનીમાં 410 જેટલા કર્મચારીઓને બદલીના બહાને છુટા કરવાની પેરવી કરાઈ
  • આ તમામ કર્મચારીઓ 20-25 વર્ષથી કંપની માટે કરી રહ્યા છે કામ
  • કર્મચારીઓ ન્યાય મેળવવા છેલ્લા ૭૦ દિવસથી હડતાળના માર્ગે
  • આસપાસના 70 ગામના સરપંચોએ પણ હડતાળને આપ્યું સમર્થન
  • સરપંચો જોડાતા આવનારા દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ

ભરૂચના દહેજ ખાતે આવેલ વેલસ્પન કંપની સામે ન્યાય મેળવવા જંગે ચઢેલા કર્મચારીઓના આંદોલનના 70 માં દિવસે આજુબાજુના 70 ગામના સરપંચોએ જોડાઈને કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ ઉઠાવી હતી. ભરૂચમાં આવેલ દહેજ પંથકના વડદલા ખાતે આવેલી વેલસ્પન કંપનીમાં 410 જેટલા કર્મચારીઓને બદલીના બહાને છુટા કરવાની પેરવી કરાઈ છે. જેની સામે કર્મચારીઓએ અવાજ ઉઠાવી ન્યાયની માંગ ઉઠાવી હતી. કર્મચારી સંગઠનોએ ધારાસભ્ય અને કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કંપની મેનેજમેન્ટે મચક આપી ન હતી.

કોરોનાકાળમાં અનેકો લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે .એકબાજુ મોઘવારી  અને  બીજી બાજુ રોજીરોટી પણ છીનવાઈ જતા હાલ નાગરિકોની હાલત કફોડી બનવા પામી છે. ઈમાં પણ કેટલીક કંપનીઓની તાનાશાહી સામે અચાનક કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા અનેકોવાર માથે આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થાય છે . – દહેજમાં આવેલ વેલસ્પન કંપનીનું પણ કાઈક આવુ જ છે.  છેલ્લા કેટલાય સમયથી વેલસ્પનના કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ત્યારે હવે આજુબાજુના 70 ગામના સરપંચો આંદોલનમાં જોડાતા આવનારા દિવસોમાં વેલસ્પન સામેનું આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ ઉભા થયા છે. પંથકના 70 ગામના સરપંચોનું સમર્થન મળતા જ કંપની કર્મચારીઓએ જોશમાં આવી જઈ કંપની ગેટ સામે ફરી એક વાર દેખાવ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. વેલસ્પન કંપની મેનેજમેન્ટની આપખુદશાહીના કારણે 400 જેટલા કર્મચારીઓના પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. 20-25 વર્ષથી કંપની માટે કામ કરનાર કર્મચારીઓ આજે ન્યાય મેળવવા 70 દિવસથી આંદોલન કરી રહ્યા છે છતાં કંપની સંચાલકોના પેટનું પાણી હાલતું નથી. એટલે જ ન્યાય માટે આંદોલન ચલાવતા કર્મચારીઓના આંદોલનના 70 મા દિવસે 70 ગામના સરપંચોએ આંદોલનને સમર્થન આપી તેમની સાથે જોડાયા છે. જ્યા સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી તેમની પડખે ઉભા રહીશું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: