24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

કેબિનેટના વિસ્તરણ પહેલાં મોદી સરકારે નવું મંત્રાલય બનાવ્યુ

  • કેબિનેટના વિસ્તરણ પહેલાં મોદી સરકારે બનાવ્યુ નવું મંત્રાલય
  • 25થી વધુ દલિત, આદિવાસી, ઓ.બી.સી વર્ગના નેતાઓને તક
  • વડાપ્રધાન મોદી પોતાની કેબિનેટનું કરશે વિસ્તરણ
  • સર્વાર્થ સિદ્ધ યોગ સમયે નવા મંત્રીઓના શપથ માટે પણ મુહૂર્ત કરાયું નક્કી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે થનારા પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે.

સરકારના સૂત્રો મુજબ આ ઐતિહાસિક પગલું ભરવાનો ઉદ્દેશ્ય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવાનો છે. સરકાર આ મંત્રાલયથી સહકારી સમિતિઓને જમીની સ્તર સુધી પહોંચાડવાનું કામ કરશે. સૂત્રોએ જણાવ્યું કે અલગ સહકારિત મંત્રાલયનું ગઠન કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પૂર્ણ થાય તે અંગે પણ ધ્યાન આપશે.

મંત્રાલય સહકારી સમિતિઓ માટે ‘વેપાર સુગમતા’ એટલે કે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસની પ્રક્રિયાઓને વધુ આસાન બનાવશે. સાથે જ મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ્ઝ (MSCS)ના વિકાસને વધુ સારું બનાવવા માટે કામ કરશે. કેન્દ્ર સરકારે કોમ્યુનિટી આધારિત ડેવલપમેન્ટલ પાર્ટનરશિપમાં વધુ પ્રતિબદ્ધતાના સંકેત આપ્યા છે. સહકારિતા માટે અલગ મંત્રાલયનું ગઠન પણ નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતને પણ પૂર્ણ કરશે. વડાપ્રધાન મોદી 7 જુલાઈ એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. લગભગ દરેક મોટું કામ શુભ મુહૂર્ત પર કરનારી મોદી સરકારના નવા મંત્રીઓના શપથ માટે પણ મુહૂર્ત નક્કી કરાયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંત્રીઓ સાંજે 5:30થી 6:30 વચ્ચે શપથ લેશે. આ દરમિયાન સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. જેમાં કરવામાં આવેલું કોઈ પણ કામ સફળ થાય છે.સરકારના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી પોતાની કેબિનેટ માટે 25થી વધુ દલિત, આદિવાસી, OBC વર્ગના અને પછાત ક્ષેત્રોના ગ્રાઉન્ડ લેવલના નેતાઓની પસંદગી કરી છે. ઘણાં સંશોધન અને વિચાર કર્યા બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરાયા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ હાલના સંજોગોમાં ઘણું જ જરૂરી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: