12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

મધમાખી બનશે કોરોના વોરિયર

  • મધમાખી થોડી ક્ષણોમાં કોરોના રિપોર્ટ આપશે
  • નેધરલેન્ડમાં મધમાખીઓને અપાઈ તાલીમ
  • કલાકો-દિવસો પછી મળતા RT-PCR રિપોર્ટ કરતાં સસ્તો ઉપાય

ડચ વિજ્ઞાનીકોએ હાલમાં મધમાખીઓને અનોખી તાલીમ આપવાનું શરૂ કર્યુ છે. વાસ્તવમાં વિજ્ઞાનીકોએ મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા માટે તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સૂંઘી શકવાની અને ગંધ-સુર્ગંધને પારખી લેવાની તીવ્ર ક્ષમતા હોય છે. વિજ્ઞાનીઓ કોવિડ-19થી સંક્રમિત સેમ્પલ્સને ઓળખવાની તાલીમ મધમાખીઓને આપી રહ્યા છે. મધમાખીઓ આ મામલે પોતાની ક્ષમતા દર્શાવી પણ રહી છે. વિજ્ઞાનીકોને  આશા છે કે મધમાખીઓ તાલીમમાં બરાબર પાર ઊતરશે તો કોવિડ-19 સંક્રમણ અંગેનો રિપોર્ટ થોડા કલાકો નહીં, થોડી ક્ષણોમાં જ મળી જશે.

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં કોરોના સંક્રમણ માટે RT-PCR રિપોર્ટ મળતાં એક-બે દિવસ લાગી જાય છે. એવામાં જો મધમાખીની મદદથી થોડી ક્ષણોમાં જ જો ખ્યાલ આવે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે તો તેને તરત આઈસોલેટ કરી શકાશે અને એ વ્યક્તિથી અન્યને ચેપ લાગવાની શક્યતા સદંતર ઘટી શકે. કોરોનાવાયરસથી કોઈ સંક્રમિત છે કે કેમ એ મધમાખીઓને કેવી રીતે ખબર પડે એવો સવાલ સ્વાભાવિક રીતે જ કોઈના મનમાં ઉદભવી શકે. એના જવાબમાં વેજેનિન્જેન યુનિવર્સિટીમાં સ્થિત બાયો-વેટરિનરી રિસર્ચના વિજ્ઞાનીકો કહે છે કે જ્યારે મધમાખી કોરોના સંક્રમિત સેમ્પલ દર્શાવે છે ત્યારે તેમને ઈનામ આપવામાં આવે છે. આમ, કરવાથી મધમાખીઓ કોરોના સંક્રમિત સેમ્પલ્સ ઓળખવામાં વધુ તત્પર રહે છે અને એની ગંધ પારખવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરતી થાય છે. જ્યારે મધમાખી કોઈ કોરોના સંક્રમિત સેમ્પલ ઓળખી કાઢે તો એને ગળ્યું પ્રવાહી ઈનામ તરીકે અપાય છે. જ્યારે મધમાખી સંક્રમિત ન હોય એવું સેમ્પલ દર્શાવે તો ત્યારે તેને કોઈ ઈનામ મળતું નથી. કોરોના સંક્રમિત સેમ્પલ જોતાં મધમાખી તરત જીભ લાંબી કરે છે. આજે કોરોના મહામારીની સ્થિતિમાં સંક્રમણ છે કે નહીં એ દર્શાવતો RT-PCR રિપોર્ટ આવતાં કલાકો કે દિવસો પણ નીકળી જાય છે અને તેમાં આસાનીથી 1000 રૂપિયા જેટલો ખર્ચ પણ થાય છે. એવામાં મધમાખીની મદદથી કોરોના સંક્રમણની ભાળ મેળવવી એ માત્ર થોડી સેકન્ડ્સનો મામલો છે અને આ રિપોર્ટમાં ખર્ચ પણ મામૂલી જ આવશે, કેમ કે મધમાખી કોવિડ-19 સંક્રમણ અંગે તરત પ્રતિક્રિયા આપે છે. આ પદ્ધતિ ઘણી સસ્તી સાબિત થશે. ખાસ બાબત એ છે કે મધમાખીની મદદથી જ્યાં લેબોરેટરી ટેસ્ટ ઉપલબ્ધ જ નથી એવા દેશોમાં ઘણી રાહત મળશે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: