20 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે

  • બસવરાજ બોમ્મઈ બનશે કર્ણાટકના નવા મુખ્યમંત્રી
  • પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર છે બસવરાજ બોમ્મઈ
  • યેદિયુરપ્પાએ કર્યો હતો બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ
  • ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી તેમના નામની ઘોષણા
  • આજે 11 કલાકે લેશે મુખ્યમંત્રી પદના લેશે શપથ

બસવરાજ બોમ્મઈ કર્ણાટકના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમની ગણના તાકાતવાન નેતા અને યેદિયુરપ્પાના નજીકના વિશ્વાસપાત્રોમાં થાય છે. બીએસ યેદિયુરપ્પાના રાજીનામા પછી તેમની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. યેદિયુરપ્પાએ તેમના નામનો પ્રસ્તાવ કર્યો હતો અને ધર્મેન્દ્ર પ્રધાને તેમના નામની ઘોષણા કરી હતી. જે આજે 11 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમનું પૂરુ નામ બસવરાજ સોમપ્પા બોમ્મઈ છે. કર્ણાટકના ગૃહ, કાયદા અને સંસદીય મામલાના મંત્રી રહેલા બોમ્મઈએ હાવેરી તથા ઉડુપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ કામ કર્યુ હતુ. તે અગાઉ તેમણે જળ સંસાધન અને સહકારિતા મંત્રીના રૂપમાં પણ કાર્ય કર્યુ હતું. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસઆર બોમ્મઈના પુત્ર બસવરાજે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમણે ભૂમારાદ્દી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીથી 1982માં બીઈની ડિગ્રી હાંસિલ કરી હતી.તેમણે કરિયરની શરૂઆત પણ ટાટા સમૂહ સાથે કરી હતી. જનતા દળથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેઓ 2008માં ભાજપમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેમણે સતત પ્રગતિ કરી છે. ત્યારથી તેઓ ભાજપ પાર્ટી અને સરકારમાં મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે  થોડા દિવસ અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રી  બી.એસ. યેદીયુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમજ  ગઇકાલે ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઇની પસંદગી કરાઇ હતી.  

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: