21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

બસવરાજ બોમ્મઇ બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

  • બસવરાજ બોમ્મઇ કર્ણાટકના બન્યા નવા મુખ્યમંત્રી
  • બોમ્મઇના નામનું પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જ કર્યું હતુ સૂચન
  • કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદે બસવરાજ બોમ્મઇએ લીધા શપથ

બસવરાજ બોમ્મઇ કર્ણાટકના નવા સીએમ તરીકે આજે શપથ લીધા છે . રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજભવન ખાતે બોમ્મઇને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગઈ સાંજે 7 વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠકમાં રાજીનામું આપનારા મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ બોમ્મઇનું નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે.

28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ સોમપ્પા બોમ્મઇ કર્ણાટકના ગૃહ, કાયદા, સંસદીય બાબતોના પ્રધાન છે. તેમના પિતા એસઆર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક, બસવરાજે જનતા દળથી રાજકારણની શરૂઆત કરી હતી. 1998 અને 2004 માં તેઓ બે વાર ધારવાડથી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયા હતા. એના પછી તેઓ જનતા દળ છોડીને 2008માં ભાજપમાં જોડાયા હતા. તે જ વર્ષે, તે હાવેરી જિલ્લાના શિગગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.એન્જિનિયર હોવાથી અને કૃષિ સાથે સંકળાયેલા હોવાથી, બસવરાજ કર્ણાટકના સિંચાઈ બાબતોમાં નિષ્ણાંત માનવામાં આવે છે. રાજ્યમાં અનેક સિંચાઈ પ્રોજેક્ટ શરૂ કરવા બદલ તેમની પ્રશંસા થઈ છે. તેમને પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ભારતના પ્રથમ 100% પાઇપ સિંચાઈ પ્રોજેક્ટને અમલમાં મૂકવાનો શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે. કર્ણાટકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે મંગળવારે સાંજે 7 વાગ્યે એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં ભાજપના મહાસચિવ અને કર્ણાટકના પ્રભારી જી કિશન રેડ્ડી, કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, કર્ણાટક ભાજપ અધ્યક્ષ નલીન કુમાર કતિલ, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા સહિત રાજ્યના ઘણા મોટા નેતાઓ સામેલ થયા હતા. બેઠકમાં તે પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા જ હતા જેમણે બોમ્મઇના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને મંજૂરી મળી હતી. અગાઉ સાંજે 4 વાગ્યાથી યેદિયુરપ્પાના ઘરે અનૌપચારિક બેઠક પણ મળી હતી.કર્ણાટકના ગૃહ પ્રધાન બસવરાજ બોમ્મઇ યેદિયુરપ્પાના પ્રિય અને તેમના શિષ્ય છે. જો સુત્રોનું માનએ તો, યેદિયુરપ્પાએ રાજીનામું આપતા પહેલા જ બોમ્મઈનું નામ ભાજપ હાઇકમાન્ડને સૂચવ્યું હતું. હકીકતમાં, લિંગાયત સમુદાયના મઠાધિકારીઓ સાથેની મીટિંગમાં, યેદિયુરપ્પાએ પોતાની તરફથી જ આ નામ તે બધા વચ્ચે રાખ્યું હતું. રાજીનામું આપનારા મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ બોમ્મઇનું નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તેને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદે બસવરાજ બોમ્મઇએ શપથ લીધા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: