24 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલ

  • આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલ
  • 76 વર્ષીય સુ કી ફેબ્રુઆરીથી છે કસ્ટડીમાં
  • મ્યાનમારની અદાલતે સૈન્ય સામે અસંતોષ દર્શાવતા નિવેદનો બદલ સજા ફટકારી
  • અસંતોષ નિવેદનો અને કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સુ કીને સજા ફટકારી 
  • સૂ કી પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ, ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો હતો આરોપ

મ્યાનમારની એક અદાલતે પદભ્રષ્ટ નેતા આંગ સાન સુ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. તેને સેના સામે અસંતોષ ભડકાવવા અને કોરોના વાયરના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. સૈન્ય સરકારના પ્રવક્તા ઝાવ મીન તુને જણાવ્યું હતું કે, સુ કીને “કલમ 505 હેઠળ બે વર્ષની અને કુદરતી આપત્તિ અધિનિયમ હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.”

પ્રવક્તાએ કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટ પણ આ જ આરોપમાં ચાર વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યા છે, પરંતુ તેમને હજુ જેલમાં લઈ જવામાં આવશે નહીં.” 76 વર્ષીય સુ કી 1 ફેબ્રુઆરીએ દેશમાં સૈન્ય પ્રવેશ્યા ત્યારથી કસ્ટડીમાં છે. આ પછી એક વર્ષ કટોકટી લાગાવવામાં આવી હતી અને લોકોની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. લશ્કરી બળવાથી દેશમાં લોકશાહીનો અંત આવ્યો હતો. સુ કીને કસ્ટડીમાં લીધા બાદ સેનાએ તેના પર તમામ પ્રકારના આરોપો લગાવ્યા હતા. તેમના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ, ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો આરોપ હતો. જો તમામ બાબતોમાં દોષિત ઠેરવવામાં આવે છે, તો નોબેલ પુરસ્કાર વિજેતા સુ કીને દાયકાઓ સુધી જેલની સજા થઈ શકે છે. રાજધાનીમાં સેના દ્વારા રચવામાં આવેલી વિશેષ અદાલતની કાર્યવાહીથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે. આ પહેલા સુ કીના વકીલોને મીડિયા સાથે બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને બળવા પછી દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ લોકોના અવાજને દબાવવા માટે સેનાએ હિંસક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં 1300 થી વધુ લોકો માર્યા ગયા છે. અને 10,000 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જો કે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન હજુ પણ અટકી રહ્યા નથી.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: