23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના રૂપમાં મનાવાશે

  • 14 ઓગસ્ટ અંગે વડાપ્રધાન મોદીનું ટ્વીટ
  • 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના રૂપમાં મનાવાશે
  • હજારો લોકોને પોતાનો જીવ ગુમાવો પડ્યો : મોદી
  • નફરત-હિંસાના કારણે લોકોને છોડવા પાડ્યા હતા ઘર
  • વિભાજનના દુઃખને ભુલાવી ના શકાય : મોદી
  • આજે વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ મનાવીશું : પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટના દિવસને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. આ વાત પીએમ મોદીએ ટ્વીટ કરીને કહી છે. પીએમ મોદીએ તેનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ હતું. તેના બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને “વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં લખ્યુ- ‘દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલાવી શકાય નહીં. નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપિત થવુ પડ્યુ અને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસ આપણે ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે ન માત્ર પ્રેરિત કરશે, પરંતુ તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદનાઓ મજબૂત થશે.’ તમને યાદ અપાવી દઈએ કે દેશના ઈતિહાસમાં 14 ઓગસ્ટની તારીખ આંસુઓથી લખવામાં આવી છે.

આ તે દિવસ હતો જ્યારે દેશનું વિભાજન થયું અને એક પૃથક રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વિભાજનથી ન માત્ર ભારતીય ઉપ-મહાદ્વીપના બે ટૂકડા થયા પરંતુ બંગાળનું પણ વિભાજન થયું અને બંગાળનો પૂર્વ ભાગ ભારતથી અલગ થઈ પૂર્વ  પાકિસ્તાન બની ગયો, જે 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશ બન્યો હતો. કહેવા માટે તો આ દેશનું વિભાજન હતું, પરંતુ હકીકતમાં આ દિલોનું, પરિવારોનું, સંબંધોનું અને ભાવનાઓનું વિભાજન હતું. ભારતના માતાની છાતી પર વિભાજનનો આ ઘા સદીઓ સુધી રહેશે અને આવનારી પેઢી આ તારીખના સૌથી દર્દનાક અને રક્તરંજિત દિવસની કયારેય ના ભૂલાય એવો ડંખ  અનુભવતા રહીશું.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: