12 C
Ahmedabad
Monday, January 24, 2022
spot_imgspot_img

Latest Posts

આસામ સરકારે ઘટાડ્યા પેટ્રોલના ભાવ

  • આસામ સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવાનો કર્યો નિર્ણય
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતા સામાન્ય માણસને મળશે રાહત
  • સરકારે પ્રતિ લીટર પાંચ રૂપિયા ઘટાડવાનો કર્યો નિર્ણય

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.  દિન પ્રતિદિન ભાવ વધારો થવાને કારણે સામાન્ય માણસ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. અનેક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઇંધણો પરની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે રાજ્યો પોતાના ટેક્સમાં ઘટાડો કરે તો જ સામાન્ય જનતાને રાહત મળી શકે તેમ છે. વધી રહેલા ભાવને લઇ આસામ સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આસામ સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોય પરંતુ જનતાને મોટી રાહત મળી છે. આસામના નાણાપ્રધાન હેમંત બિશ્વા શર્માએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલ પરનો પ્રતિ લિટર રૂપિયા પાંચનો વધારાનો સેસ હટાવી લેતાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ રૂપિયા પાંચ પ્રતિ લિટર સસ્તાં થયાં છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: