24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

વસતી વધારો રોકવા આસામના મુખ્યમંત્રીએ કરી બેઠક

  • વસતી વધારો રોકવા આસામના મુખ્યમંત્રીએ કરી બેઠક
  • વસતી વધારાને કાબુ કરવા માટે જરૂર પડી તો કાયદો લાગુ કરીશું : આસામ સરકાર 
  • અનેક રાજ્યો પણ વસ્તી વધારા અંગે કાયદો લાવવા કરી રહી છે વિચારણા  
  • 150 જેટલા સમાજ અગ્રણીઓ સાથે સીએમએ કરી બેઠક 

ભારત દેશમાં વસ્તી વધારો એક મોટી સમસ્યા બની રહી છે. વસ્તી વધારાને રોકવા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઇ હતી. અનેક રાજ્ય સરકારો વસ્તી પર નિયંત્રણ લાવવા કાયદા લાગુ કરવા વિચારણા કરી રહી છે. ત્યારે આસામમાં પણ વસતી વધારાને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી હિમંત બિસ્વાની અધ્યક્ષતામાં સરકારે બેઠકો યોજી હતી. મુખ્યમંત્રીએ 150થી વધુ મુસ્લિમ બુદ્ધિજીવીઓની સાથે વસ્તી નિયંત્રણ મુદ્દે બેઠક યોજી ચર્ચા કરી હતી.

ભારતમાં દિનપ્રતિદિન વસ્તીમાં અનેક ઘણો વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતી વસ્તી પર નિયંત્રણ લાવવું જરૂરી બની ગયું છે. ત્યારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં વસતી વધારાને રોકવા માટે કાયદો લાગુ કરવા પીઆઇએલ કરવામાં આવી હતી. એવામાં આસામમાં પણ વસતી વધારાને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા યોજાયેલ બેઠકમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા પણ સામેલ થયા હતા. આસામના મુખ્યમંત્રીએ 150થી વધુ મુસ્લિમ બુદ્ધિજીવીઓની સાથે વસ્તી નિયંત્રણ મુદ્દે બેઠક યોજી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે આસામમાં વસતી વધારાને કાબુમાં કરવા માટે કાયદાકીય પગલા લેવા વિચારણા ચાલી રહી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે દરેક ધર્મ અને સમુદાયના લોકોની સાથે પણ બેઠકો યોજી રહ્યા છીએ અને કોઇએ વસતી વધારાને અટકાવવાનો વિરોધ નથી કર્યો. જો કોઇ લઘુમતીઓમાં ગરીબી, શિક્ષણ વગેરેની સમસ્યાઓને દુર કરવાના પ્રયાસો કરતુ હોય તો તેનો વિરોધ ન થવો જોઇએ અને સ્વાગત કરવું જોઇએ. આ અગાઉ અનેક રાજ્યોના મુખ્યમંત્રીએ વસ્તી નિયંત્રણ પર કાબુ મેળવવા કાયદા લાવવા વિચારણા કરી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: