23 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર થયું ક્રેશ

  • પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર થયું ક્રેશ
  • એનડીઆરએફ તથા પોલીસે રેસ્ક્યૂ-ઓપરેશન પણ હાથ ધર્યું
  • ડેમમાં બોટ તરવૈયાઓની સહાયથી હેલિકોપ્ટરની શોધખોળ હાથ ધરાઈ

મંગળવારે પઠાણકોટ નજીક રણજિત સાગર તળાવમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. NDRF તથા પોલીસનું રેસ્ક્યૂ-ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 254 આર્મીના ઉડ્ડયન સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટરે સવારે 10:20 વાગ્યે મામુન કેન્ટથી ઉડાન પણ ભરી હતી. હેલિકોપ્ટર રણજિત સાગર તળાવ ઉપર ખૂબ નીચે ઉડાન ભરી રહ્યું હતું અને એ સમયે જ ક્રેશ પણ થયું હતું.

સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ , પઠાણકોટને અડીને આવેલા જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં રણજિત સાગર ડેમ નજીક સૈનિકો હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ પણ કરી રહ્યા હતા. ડેમમાં બોટ તરવૈયાઓ સહાયથી હાલ હેલિકોપ્ટરની શોધખોળ ચાલુ છે. તળાવની વધુ ઊંડાઈને કારણે હેલિકોપ્ટરનું લોકેશન હજુ સુધી જાણી શકાયું નથી. મામૂન કેન્ટ રજનિત સાગર ડેમથી 30 કિમી જ દૂર છે. મામૂન દ્વારા જ જમ્મુ કાશ્મીરમાં સાનિયા માટેના સમાનનો સપ્લાય પણ કરવામાં આવે છે. ડેમનો 60 ટકા હિસ્સો જમ્મુ કાશ્મીરમાં આવે જ્યારે 40 ટકા હિસ્સો પંજાબની તરફ છે. આ ડેમ રાવી નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે. રાવી પંજાબ શાહપુર કંડી થઈને અજનાલા અને પછી પાકિસ્તાનની તરફ જાય છે. રણજીત સાગર ડેમની આસપાસ પંજાબનું પઠાણકોટ અને જમ્મુ કાશ્મીરનું કઠુઆ શહેર આવે છે.રણજીત સાગર ડેમ દ્વારા પંજાબને ખેતી માટે સિંચાઇ તથા વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં પાવર જનરેશનની કામ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ કરે છે. પંજાબ સરકારનું એક શિપ નિરીક્ષણ માટે ડેમ ખાતે હાજર રહે છે. તેનો ઉપયોગ ડેમ જોવા માટે આવતા પર્યટકોને ફેરવવા માટે પણ કરવામાં આવે છે. આ દુર્ઘટના થતાં તેની સહાયથી હેલિકોપ્ટરની શોધખોળ કરવામાં આવી રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: