- સુરેન્દ્રનગરમાં કૌભાંડ કર્યાના આક્ષેપ સાથે બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવી અરજી
- સહકારી મંડળીને પુન:જીવિત કરી આશરે રૂપિયા નવ કરોડ ચાઉ કરવાનો આક્ષેપ
- કૌભાંડ કર્યાના આક્ષેપ સાથે બી-ડીવીઝન પોલીસ મથકે નોધાવવામાં આવી અરજી
સુરેન્દ્રનગર શહેરમાં સહકારી મંડળીના સભાસદોના સાર્વજનિક નાણામાંથી 2 કરોડ 66 લાખ 75 હજારની ફડચામાં ગયેલી મંડળીને પૂર્ણ જીવિત કરી કૌભાંડ કર્યાના આક્ષેપ સાથે બી ડીવીઝન પોલીસ મથકે અરજી નોધાવવામાં આવી છે .
સુરેન્દ્રનગર શહેરમાં ચકચારી સહકારી મંડળીમાં કૌભાંડ આચાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને વર્ષોથી ફડચામાં ગયેલી સહકારી મંડળીને પુનર્જીવિત કરી આશરે રૂપિયા નવ કરોડ ચાઉ કરવા કારસો રચાયો હોવાનો ખેલ કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના ચકચારી સહકારી મંડળીના કૌભાંડને ભાજપના જ એક જૂથે ઉજાગર કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું, ફડચામાં ગયેલી સહકારી મંડળીને પુનર્જીવિત કરનાર તમામ સામે એફઆઈઆર નોંધવા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે આ બાબતે અરજી નોંધાવામાં આવી છે જેમાં સહકારી કચેરીના કેટલાક કર્મીઓએ મેળા પીપણા કરીને ફડચામાં ગયેલી સહકારી મંડળીને પુનર્જીવિત કરી નાણાંકીય કૌભાંડ આચરયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
યજ્ઞેશ ગોસ્વામી લાઈવ ગુજરાત ન્યુઝ સુરેન્દ્રનગર