24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

અનુરાધા પૌડવાલે દાન કર્યા 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ

  • કોરોનામાં પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલ લોકોની મદદ માટે આગળ આવ્યા
  • મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ડોનેટ કર્યા
  • ઓક્સીજન અછતની જાણ થતાજ મદદ કરવાનો નિર્ણય કર્યો : અનુરાધા પૌડવાલ

કોરોનાએ ઘણા બધા લોકોને પોતાના સકંજામાં લીધા છે. આવા વખતે ઘણા કલાકારો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ લોકોની વ્હારે આવ્યા છે. અનુરાધા પૌડવાલે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 15 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ ડોનેટ કર્યા છે.

અનુરાધા પૌડવાલને મદદનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેમણે એક કાર્યક્રમની ફી લેવાની જગ્યાએ ઓર્ગેનાઇઝર્સને કોરોના દર્દીઓની મદદ કરવા માટે કહ્યુ. અનુરાધા પોડવાલે એવું કહ્યુ હતું કે હજી આ સ્ટોક તો આવવાનો છે પરંતુ આ વિશે હુ વિચારી રહી છું કે અમારુ એક ફાઉન્ડેશન છે જે લોકોની મદદ કરે છે. પહેલા જળ સંરક્ષણ માટે નાંદેડના 10 ગામને અમે એડોપ્ટ કર્યા હતા. બાદમાં  કોરોના મહામારી આવી ગઇ. દરવર્ષે 9 મેના દિવસે જ્યારે મારા પતિ અરુણ પૌડવાલનો જન્મ દિવસ હોય તે દિવસે અમે કલાકારોનું અભિનંદન કરીએ છીએ. આવુ કરતા અમને 25વર્ષ થઇ ગયા છે. આ સમયમાં ડૉક્ટર, નર્સ અને વોર્ડ બોય પણ સતત કામ કરતા દેખાઇ રહ્યા છે ને પોતે તેમની સાથે ફોન પર વાત કરી અને હૉસ્પિટલમાં વેંટિલેટર દાન કરવાનો નિર્ણય લીધો.અનુરાધા પૌડવાલને જ્યારે ઓકસિજનની અછત વિશે જાણકારી મળી તો તેમને મદદ કરવાનો નિર્ણય લીધો. તેમણે એવું કહ્યુ કે મે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ક્યાથી મળે છે. હું મારા ભાઈ સુશીલ દેશપાંડેજીના કોન્ટેક્ટમાં હતી. અને તેમને જણાવ્યુ કે આ વર્ષે 9 મેના દિવસે જ આ મદદ કરવા ઇચ્છુ છું. અમે એક ઓકસિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા પણ કરી શક્યા છીએ. મે લોકો શ્વાસની મુશ્કેલીના કારણે મરતા જોયા છે. ત્યાર બાદ અમે ઓક્સિજન કોન્સનટ્રેટર્સની વ્યવસ્થા કરી છે. મોટી હૉસ્પિટલ પાસે બધી વ્યવસ્થા હોય છે. પરંતુ નાની હૉસ્પિટલ પાસે કંઇ નથી તો મે ઓક્સિજન કોન્સનટ્રેટર્સ દાન કર્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: