23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

MP, UP અને ગુજરાત સહિત 8 રાજ્યમાં 70%થી વધુ લોકોમાં મળી એન્ટિબોડી

  • વેક્સિનેશન બાદ દેશના લોકોમાં કોરોનાની એન્ટિબોડી વિકાસ પામી
  • 8 રાજ્યમાં 70%થી વધુ લોકોમાં મળી એન્ટિબોડી
  • 79% એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ
  • 44.4 ટકા એન્ટિબોડીની સાથે કેરળ સૌથી પાછળ
  • દેશના 70 જિલ્લામાં ICMRએ કર્યો ચોથો સીરો સર્વે

દેશનાં 21 રાજ્યમાં કરવામાં આવેલા એક સર્વેમાં એ વાત ધ્યાનમાં આવી છે કે અહીંની બે-તૃતીયાંશ વસતિમાં કોરોનાની એન્ટિબોડી વિકાસ પામી છે. 79 ટકા એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ છે, જ્યારે ફક્ત 44.4 ટકા એન્ટિબોડીની સાથે કેરળ સૌથી પાછળ છે. જોકે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત 8 રાજ્યમાં 70 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડી પણ વિકસિત થઈ છે.

ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ તરફથી 14 જૂનથી 16 જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વેનો અહેવાલ બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો છે. દેશના 70 જિલ્લામાં ICMRનો આ ચોથો સીરો સર્વે છે. કોઈ વસતિના બ્લડ સીરમમાં એન્ટિબોડીના સ્તરને સીરોપ્રિવલેન્સ તથા સીરોપોઝિટિવિટી પણ કહેવામાં આવે છે.આ પરિણામને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને એવું સૂચન કર્યું કે તેઓ ICMRના દિશા-નિર્દેશમાં પોતાનો સીરોપ્રિવલેન્સ અભ્યાસ કરાવે. આ સીરો સર્વેનાં પરિણામોનો કોરોના પર કાબુ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવી શકશે. ICMRનો સીરો સર્વે રાષ્ટ્રીય સ્તર પર કોરોના ચેપના ફેલાવવાને સમજવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. એનાં પરિણામો જિલ્લા તથા રાજ્યોની વચ્ચે સીરોપ્રિવલેન્સની વિવિધતા કે વેરાઈટી બતાવતા નથી.કોઈ વસતિના બ્લડ સીરમમાં એન્ટિબોડીના અસ્તિત્વને જાણવાના ટેસ્ટને સીરો સ્ટડી કે સીરો સર્વે પણ કહેવામાં આવે છે. જો આ ટેસ્ટમાં કોઈ વ્યક્તિમાં કોઈ એન્ટિબોડીનો સ્તર ખૂબ વધુ મળે છે તો એનાથી સમજી શકાય છે કે તે વ્યક્તિને આ ઈન્ફેક્શન પહેલાં જ લાગી ચૂક્યું છે. એનાથી કોરોના વાઈરસની હાજરી અને તેના ફેલાવાના ટ્રેન્ડને મોનિટર કરવામાં સહાય મળે છે.સામાન્ય રીતે સીરો ટેસ્ટ એવી વસતિ પર કરવામાં આવે છે, જેનાં પરિણામનો આખા દેશની વસતિ પર ઉપયોગ કરી શકાય.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: