11 C
Ahmedabad
Saturday, January 15, 2022
spot_imgspot_img

Latest Posts

પશ્ચિમ બંગાળમાં ભાજપને વધુ એક ફટકો

  • પશ્ચિમ બંગાળમાં ભાજપને વધુ એક ફટકો
  • ભાજપના ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી ટીએમસીમાં થયા સામેલ
  • ગત ૧ ઓક્ટોબરે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા ભાજપને ઝટકો આપવાનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક ભાજપ ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થયા છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી આજે ટીએમસીમાં સામેલ થઈ ગયા. તેઓ મમતા સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની હાજરીમાં ટીએમસીમાં સામેલ થયા.

પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા ભાજપને ઝટકો આપવાનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક ભાજપ ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થયા છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી આજે ટીએમસીમાં સામેલ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે રાયગંજથી ભાજપ ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ ગત  એક ઓક્ટોબરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. આનાથી એક દિવસ પહેલા જ કૃષ્ણ કલ્યાણીને ભારતીય જનતા પાર્ટી તરફથી કારણ દર્શક  નોટિસ જારી કરી હતી. આ નોટિસ તેમને રાયગંજમાં ભાજપના સાંસદ દેબાશ્રી ચૌધરી વિરૂદ્ધ નિવેદનબાજી બાદ મોકલાઈ હતી પરંતુ આના આગલા દિવસે જ પોતે કૃષ્ણ કલ્યાણીએ રાજીનામુ આપી દીધુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે હુ તે પાર્ટીમાં રહી શકતો નથી જેમાં દેબાશ્રી ચૌધરી સાંસદ છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: