21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

સંજેલીમાં રાત્રી કર્ફ્યુંની કરાઈ જાહેરાત

  • સંજેલીમાં રાત્રીના ૮ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે રાત્રી કર્ફ્યું
  • કોરોના સંક્રમણ વધતા ૩૦ એપ્રિલ સુધી જિલ્લા કલેકટરે લાદયો કર્ફ્યું   
  • સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરી રહ્યું છે પ્રયાસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઉઠી છે. કોરોનાના ભરડામાં અનેક લોકો આવી રહ્યા છે. કોરોના કેસોમાં વધારો થતા સરકારે ૨૦ શહેરોમાં રાત્રી કર્ફ્યું લાદી દીધો છે. ત્યારે સંજેલીમાં પણ જિલ્લા કલેકટરે જાહેર નામું બહાર પાડી ૩૦ એપ્રિલ સુધી રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યું લાદી દીધો છે. ત્યારે રાત્રી કર્ફ્યુંને અનેક લોકોએ સમર્થન આપ્યું હતું

કોરોનાએ સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે. જેના કારણે સામાન્ય જીવન અસ્ત વ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે કોરોના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકારે અનેક જગ્યાઓ રાત્રી કરફ્યુ લાદી દીધો છે. તેમજ અનેક ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે સંજેલી નગરમાં પણ જિલ્લા કલેકટર દ્વારા 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યું લાદી દીધો છે. રાત્રીના 8 થી સવારના કલાક સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. ચુસ્તપણે નિયમોનું પાલન કરવા સંજેલીના બજારો રાત્રીના સમયે બંધ થઈ ગયા હતા. કોરોના સંક્રમણને રોકવા માટે જાહેરનામાનું ચુસ્તપણે અમલવારી કરતા સંજેલીના ગ્રામજનો નિર્ધારિત સમયે પંથકની દુકાનો સજ્જડ બંધ કરી કર્ફ્યુંના નિયમ પાળ્યો હતો. કોરોના કેસો વધતા જિલ્લામાં રાત્રી કફર્યું લાદી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોના કેસોમાં તીવ્ર ઝડપથી પ્રસરી રહ્યો છે. ત્યારે કલેકટર વિજય ખરાડીએ કોરોના નવા કેસો નોંધાય રહ્યા છે. ત્યાં સાંજના 8 કલાકથી સવારના 6 કલાક સુધી સંચાર બંધી લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

ફરહાન પટેલ લાઈવ ગુજરાત ન્યુઝ સંજેલી

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: