21 C
Ahmedabad
Tuesday, November 30, 2021
spot_imgspot_img

Latest Posts

કોરોનાના કેસમાં ઘટાડો થતાં છૂટ સાથે કોરોનાને ખુલ્લું આમંત્રણ

  • કોરોનાના કેસમાં ઘટાડો થતાં અપાયેલી છૂટ સાથે કોરોનાને ખુલ્લું આમંત્રણ…?
  • ગત વર્ષે પણ છૂટછાટ બાદ જ અચાનક કોરોના કેસમાં થયો હતો વધારો
  • શું સરકાર દ્વારા આપાયેલી છૂટછાટ આપશે ફરી કોરોનાને ખુલ્લું આમંત્રણ…?
  • કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
  • રાજ્યમાં અનલોક દરમિયાન આંશિક છૂટછાટમાં કરાયો વધારો
  • ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલ્લા મુકાયા

રાજ્યમાં હાલ કોરોના ના સંક્રમણ માં ઘટાડો થવાની સાથે સાથે સરકાર દ્વારા અનલોક દરમિયાન આંશિક છૂટછાટમાં વધારો કરાયો છે.  ગત માર્ચ મહિના માં કોરોના સંક્રમણ માં વધારો થતા સરકાર દ્વારા ઘણા લાંબા સમય બાદ આજે બાગ-બગીચા,જીમ ,મંદિરો અને હોટલ 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા મુકાયા છે. ત્યારે એક તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગત વર્ષ ની જેમ આ વખતે પણ મળેલી  છૂટછાટ સાથે આગામી સમયમાં કોરોના ને જાણે ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં હાલ કોરોના ના સંક્રમણમાં ઘટાડો થવાની સાથે સાથે સરકાર દ્વારા અનલોક દરમિયાન આંશિક છૂટછાટમાં વધારો કરાયો છે. ત્યારે શહેરમાં બાગ-બગીચાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરનાં અલગ અલગ ગાર્ડનમાં લોકો વહેલી સવારથી જ વોકિંગ અને એક્સર્સાઈઝ કરવા માટે ઊમટયા હતા. લોકો હવે પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે અનેક પ્રકારની કસરત અને યોગા કરી રહ્યા હતા. નાના બાળકથી માંડીને વૃદ્ધ એમ તમામ વયના લોકો વહેલી સવારે ગાર્ડનમાં નજરે પડ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે  કોરોનાનું સંક્રમણ વધતા ગત 18 માર્ચથી અમદાવાદના 283 બાગબગીચાઓ બંધ કરી દેવાયા હતા. પરંતુ કોરોના સંક્રમણ માં એકાએક ઘટાડો થતા આજથી છૂટછાટ આપવામાં આવી છે આ સાથે અમદાવાદમાં બગીચા, મોલ. જીમ ધીરે ધીરે ખૂલી રહ્યાં છે. સાબરમતી રિવરફ્રન્ટ મોર્નિંગ વોક માટે ખોલવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પુન: શરૂ થતા જ લોકો સવારે વોક કરવા માટે તથા સાયકલિંગ કરવા માટે આવી રહ્યા છે. જેને લઈને  એક તરફ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગત વર્ષ ની જેમ આ વખતે પણ મળેલી  છૂટછાટ સાથે આગામી સમયમાં કોરોના ને જાણે ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: