24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

TMCના ગુંડાના મારથી ઘાયલ વૃદ્ધાનું થયું મોત

  • અસામાજિક તત્વોના  મારથી ઘાયલ વૃદ્ધા શોવા મજૂમદારનું થયું મોત
  • બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું હવે થયું નિધન
  • બીજેપી નેતા અમિત માલવિયા,અમિત શાહ અને જેપી નડ્ડાએ શોક  વ્યક્ત કર્યો
  • ટ્વિટના માધ્યમથી શોવા મજૂમદારના નિધન મુદ્દે નેતાઓએ વ્યક્ત કર્યો શોક

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા એક પછી એક બીજેપીના નેતાઓની કરપીણ હત્યા થવા લાગી હતી ત્યારે બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું હવે નિધન થયું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા , આઈટી નેશનલ પ્રમુખ અમિત માલવિયા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટના માધ્યમથી શોવા મજૂમદારના નિધન મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે

વધુમાં તૃણમુલ કોંગ્રેસ પર બીજેપી નેતાઓએ ગંભીર આરોપ લગાવ્યા હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉત્તર 24 પરગના જિલ્લામાં નિમટામાં ભાજપના કાર્યકર્તા ગોપાલ મજૂમદાર અને તેમની 85 વર્ષીય માતા શોવા મજૂમદાર પર કેટલાંક લોકોએ ઘાતક  હુમલો કર્યો હતો. શોવાનું એવું  કહેવું હતું કે, ‘મારા પુત્રને મારવામાં આવ્યો છે કારણ કે તે ભાજપ માટે કામ કરે છે. મને બે લોકોએ જોરથી ધક્કો માર્યો હતો, મારા પુત્રને માથે અને તેના હાથ પર ગંભીર ઈજા થઈ છે, મને પણ ઈજા થઈ છે.’ શોવા મજૂમદારનું કહેવું હતું કે, ‘હું અત્યારે વાત પણ કરી શકતી નથી કે શાંતિથી બેસી પણ શકતી નથી. એટલું દર્દ થાય છે” બદમાશોની સંખ્યા ત્રણથી ચારની  હતી અને તેઓએ તેમના ચહેરાને પણ  ઢાંક્યા હતાં. તેમણે મારા પુત્રને કહ્યું હતું કે, ચુપ રહો અને કોઈને એક શબ્દ પણ ન કહો. અમને એટલાં માટે મારવામાં આવ્યાં હતા કારણ કે મારો પુત્ર ભાજપની  સાથે કામ કરી રહ્યો છે.’જો કે બીજી બાજુ શોવાના એક અન્ય પુત્ર  ગોવિંદ મજૂમદારે પોતાની માતા પર થયેલા આ હુમલા માટે બીજેપી જવાબદાર હોવાનું કહ્યું હતું. આ વાતનો એક વીડિયો ટીએમસી સાંસદ નુસરત જહાએ પણ શેર કર્યો હતો.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: