23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

ભાવનગરમાં પણ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ કરાઈ તૈનાત

  • ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી આગાહી
  • ભાવનગરમાં પણ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ કરાઈ તૈનાત
  • એનડીઆરએફની ટીમ માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે કરાઈ સ્ટેન્ડ બાય  

ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગરમાં પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાવનગરમાં એક એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને આ ટીમ ભાવનગર ખાતે સ્ટેન્ડબાય રહેશે તેમજ  કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમને તાકીદે રવાના કરવામાં આવશે.

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે જામનગર અને રાજકોટમાં મેઘરાજાએ કહેર મચાવ્યો છે તેવી પરિસ્થિતિનું નિર્માણ ભાવનગર જિલ્લામાં પણ થઇ શકે તેવી હવામાન ખાતાની આગાહી છે. જેના પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, ભાવનગર તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એક એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે. આ એનડીઆરએફની ટીમ ભાવનગર ખાતે આવી પહોંચી છે અને તેને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમે તંત્રના સંકલનમાં રહેશે હાલ તેને માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદના પગલે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આવા સંજોગોમાં તાત્કાલિક જિલ્લામાં કોઈપણ જગ્યાએ પહોંચી શકે તે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સાથે આ ટીમ અહીંયા તહેનાત કરવામાં આવી છે.

અજય બુધેલીયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર…

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: