24 C
Ahmedabad
Friday, January 21, 2022
spot_imgspot_img

Latest Posts

દિયોદર પ્રાંત કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ

  • બનાસકાંઠામાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • દિયોદર પ્રાંત કચેરી ખાતે સરપંચો તેમજ નાયબ કલેકટર વચ્ચે યોજાઈ બેઠક
  • ગ્રામીણ વિસ્તારોમાં તકેદારી રાખવા સરપંચોને અપાઈ સુચના 

રાજ્યમાં તેમજ બનાસકાંઠામાં કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર તેમજ ગ્રામીણ વિસ્તારના સરપંચોની અગત્યની બેઠક યોજાઈ હતી.બનાસકાંઠાના દિયોદરમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના વધુ ના વકરે તે માટે જરૂરી પગલાં ભરવા નાયબ કલેક્ટર દ્વારા તાકીદ કરાઈ હતી.બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાઇરસની અસર વધી રહી છે જેમાં હવે કોરોના વાઇરસના કેસો ગ્રામીણ વિસ્તારમાં પણ સામે આવતા તકેદારીના ભાગરૂપે દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર એમ.એમ. દેસાઈ, મામલતદાર  કે. કે ઠાકોર, દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, સહીત ગ્રામીણ વિસ્તારના સરપંચો સાથે એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં વર્તમાન સમયમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસો સામે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના વાઇરસ ગ્રામીણ વિસ્તારમાં વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ ના કરે તે માટે દરેક સરપંચો પોત પોતાના ગામોમાં જરૂરિયાત મુજબ તકેદારીના પગલાં ભરવા પણ સુચના આપવામાં આવી હતી. જેમાં દરેક ગામોમાં શાળા અથવા અન્ય જગ્યા પર જરૂરીયાત મુજબ કોવીડ ૧૯ કેન્દ્ર શરુ કરવા આહવાન કરવામાં આવ્યું હતું. અને દરેક લોકોને માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરવામાં આવી હતી.

રાજ ગજ્જર લાઈવ ગુજરાત ન્યુઝ બનાસકાંઠા

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: