21 C
Ahmedabad
Saturday, January 22, 2022
spot_imgspot_img

Latest Posts

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ડિસેમ્બરમાં ઈલેક્ટ્રિક બસ દોડશે

  • ગાંધીનગર થી અમદાવાદ વચ્ચે ડિસેમ્બરમાં દોડશે ઈલેક્ટ્રિક બસ
  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દોડશે ઇલેક્ટ્રિક બસો  
  • માર્ગ વાહન વ્યવહાર નિગમના આયોજન અનુસાર ડેપોને ફાળવાશે 20 ઇલેક્ટ્રિક બસ
  • રાજ્યમાં 3 તબક્કામાં ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન
  • વધુમાં વધુ 30 ઇલેક્ટ્રિક બસો ફાળવાય તેવી શક્યતા
  • બસ 3 કલાકમાં ચાર્જ થશે તેમજ 200 કિમી સુધીનું કાપશે અંતર

રાજ્યના પાટનગર ગાંધીનગર એસ ટી ડેપોને ડિસેમ્બર સુધીમાં 20 ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. આ સાથે જ ઇલેક્ટ્રિક બસને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે  દોડશે.   જોકે એસ ટી નિગમ દ્વારા ત્યાર બાદ અમદાવાદ-બરોડા અને અમદાવાથી રાજકોટ ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ગાંધીનગરને હરિયાળું શહેર બનાવવાની સાથે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવનાર છે.આ સાથે જ  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં ઇલેક્ટ્રિક બસો 3 તબક્કામાં દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં મળતી માહિતી અનુસાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પરિણામે એસ ટી નિગમ દ્વારા વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના બજેટમાં તેના માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીને પગલે ઇલેક્ટ્રિક બસો દોડાવવાની યોજના આઠેક માસ જેટલી મોડી શરૂ થઈ છે પરંતુ આગામી ડિસેમ્બર, 2021 માસમાં ગાંધીનગર ડેપોને 20 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનારી હોવાનું એસ ટી નિગમના માહિતગાર દ્વારા જણાવ્યું છે.  આ સાથે જ વધુમાં એસ ટી નિગમના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ડેપોને ડિસેમ્બર સુધી 20 અથવા વધુમાં વધુ 30 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવનાર છે. આ બસો અમદાવાદ ડિવિઝનમાં આપવાની હોવાથી તેનો લાભ ગાંધીનગર ડેપોને મળશે. ઇલેક્ટ્રિક બસને ચાર્જ કર્યા બાદ તે 200થી 220 કિમી સુધી ચાલશે. જોકે બસ બેટરીથી ચાલતી હોવાથી તેમાં 180 કિલો વોટની લિથીયમ પ્રકારની બેટરીની સુવિધા ઇલેક્ટ્રિક બસમાં છે. આથી એક બસને ફાસ્ટ ચાર્જિંગ ત્રણ કલાક જેટલો સમય લાગતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નગરના ડેપોને ફાળવવામાં આવનાર ઇલેક્ટ્રિક બસથી પ્રદૂષણ થતું અટકાવશે. સાથે જ જો ઇલેક્ટ્રિક બસની વાત કરવામાં આવે તો એક બસની કિંમત રૂપિયા 1.30 કરોડની છે. ઉપરાંત ઇલેક્ટ્રિક બસમાં ભાડાના દરમાં વધારો કરવો કે નહી તે અંગે એસ ટી નિગમ દ્વારા આગામી સમયમાં નિર્ણય લેશે. ગાંધીનગર ડેપોને ફાળવવામાં આવનારી 20 ઇલેક્ટ્રિક બસ વાતાનુકૂલિત રહેવાથી મુસાફરોને વધારે અનુકૂળ રહેશે. ઉપરાંત એક બસમાં 33 મુસાફરોને બેસવાની ક્ષમતા રહેશે. ઇલેક્ટ્રીક બસોમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે. ઉપરાંત ઇલેક્ટ્રીક બસો હોવાથી તેના ચાર્જિંગ માટેની સુવિધા ડેપોમાં આગામી સમયમાં ઉભી કરાય તેવી શક્યતા રહેલી છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: