- ગીર સોમનાથમાં ખેડૂતોના કુવાના પાણી થઈ રહ્યા હતા ખાલી
- ખેડૂતોની માંગણી સંતોષવા છોડવામાં આવ્યું ડેમનું 150 એમસીએફટી પાણી
- પાણી મળતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લહેર
- ખેડૂતોએ કરી હતી ડેમના પાણી છોડવાની માંગ
ગીર સોમનાથમાં સિંચાઈ માટે વપરાતું પાણી ધીરે ધીરે સુકાવા માંડ્યું હતું આ જોતા ખેડૂતોએ ડેમના પાણી છોડવાની માંગ કરી હતી.આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ડેમના પાણી છોડવામાં આવ્યા હતા.ખેતી માટે પાણીની જરૂરિયાત અનિવાર્ય રહેતી હોય છે. સારા વિકાસ માટે પાકને સૂર્યપ્રકાશ, ખાદ્ય અને પાણીની વિશેષ જરૂર રહેતી હોય છે. આ ઉપરાંત જો ગીરસોમનાથની વાત કરીએતો સામાન્ય રીતે આ દ્રશ્યો ચોમાસાની ઋતુમાં જ જોવા મળતા હોય છે. પરંતુ હાલ ભર ઉનાળામાં પણ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ચામડી દઝાડતો તાપ અને અસહ્ય ગરમી વચ્ચે ખેડૂતોના કુવા ધીરે ધીરે ખાલી થઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાના પાકને બચાવવા ડેમના પાણી છોડવા માંગ કરી રહ્યા હતા.
આખરે ખેડૂતોની માંગ સંતોષાઈ છે અને ડેમનું 150 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે. ડેમનું પાણી છોડાતા સીંગોડા નદી વહેવા લાગી છે. ઉલ્લેખનીય છે કે સીંગોડા ડેમ હજુ 70 ટકા પાણી થી ભરેલો છે. સીંગોડા ડેમનું પાણી છોડાતા ઘાટવડ, શુગાળા, નગડલા, છાછર, જગતિયા, કરેડા, ગોવિંદપુર, ભંડારીયા સહિત અનેક ગામોને આ પાણીથી ફાયદો થશે. પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. દરિયા કાંઠા વિસ્તારના ગામના ખેડૂતોને પણ ભારે ફાયદો થશે. ખેડૂતોના ખાલી થયેલા કુવા રિચારઝ થશે. તો નદી કાંઠાના ખેડૂતોને સિદ્ધુ જ પાણી મળશે.
ભરતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યુઝ ગિરસોમનાથ