23 C
Ahmedabad
Wednesday, December 1, 2021
spot_imgspot_img

Latest Posts

કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને ભરી ઉડાન

  • તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોની એરલિફ્ટ શરૂ 
  • કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને ભરી ઉડાન
  • વધુ 200 લોકોને એરલિફ્ટ કરવાની પણ કરાઈ તૈયારી
  • એરફોર્સના C-17 વિમાનને પણ રાખવામાં આવ્યુ સ્ટેન્ડબાય
  • ભારતીયોને લઈને એરફોર્સના વિમાન 3 કલાકમાં ભારત પહોંચે તેવી વ્યક્ત કરાઈ આશા

તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોની એરલિફ્ટ ચાલુ છે. આ અંગે વધુમાં મળતી માહિતી અનુસાર  કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યુ છે.

તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોની એરલિફ્ટ ચાલુ છે. આ અંગે વધુમાં મળતી માહિતી અનુસાર  કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર અફરાતફરી સર્જાયેલી છે. તમામ દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં વ્યસ્ત છે, તેથી અફઘાનો પણ તાલિબાનના ડરને કારણે દેશ છોડવા માગે છે. મીડિયા અહેવાલો અનુસાર, 85 ભારતીયોને લઈને એરફોર્સના વિમાને કાબુલથી ઉડાન ભરી છે. તેઓ 3 કલાકમાં ભારત પહોંચે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે કાબુલમાં ફસાયેલા લોકો તાલિબાનથી એટલા ભયભીત થઈ ગયા છે કે રસ્તા પર કોઈ કાર જોતાં જ તેઓ પોતાના ઘરમાં બાથરૂમમાં પુરાઈ જાય છે. તેઓ ઘરોની લાઈટ અને મોબાઈલ ફોન બંધ કરીને પોતે બાથરૂમમાં પુરાઈ જાય છે. બાળકોનો અવાજ ન સાંભળાય એટલા માટે તેઓ પોતાના બાળકના મોં પર કપડું બાંધી દે છે.તેમજ કાબુલમાં ફસાયેલા પરિવારના સંબંધીએ આ સ્થિતિ જણાવી છે. આ પરિવારના બે સભ્યોની ગત વર્ષોમાં તાલિબાનોએ હત્યા કરી હતી. આવી સ્થિતિમાં તાલિબાનોનો અવાજ સાંભળતાં જ આખો પરિવાર ભયભીત થઈ જાય છે. કાબુલમાં ફસાયેલા આવા પરિવારોના સંબંધીઓ જે અન્ય દેશોમાં છે તેઓ તેમની સરકારો પાસે મદદ માટેની વિનંતી કરી રહ્યા છે.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.

%d bloggers like this: